IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 13ની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર જોવા મળશે. આઈપીએલ 13માં હૈદરાબાદ અને કોલકાતા બન્ને ટીમોને શરુઆતી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ અનુસાર ટીમના અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન આજની મેચમાં બહાર રહેશે.
હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર પ્રથમ મેચમાં કેન વિલિયમસનને નહીં રમાડતા તે નિશાના પર આવી ગયો હતો, પરંતુ વોર્નરે બાદમાં જાણકારી આપી હતી કે, વિલિયમસન ઈજાના કારણે પ્રથમ મેચમાં રમી શક્યો નથી. વોર્નરે સાથજે વિલિયમસનની ઈજા ગંભીર નહીં હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હૈદરાબાદની ટીમે વિલિયમસની ફિટનેસને લઈને કોઈ અપડેટ આપી નથી.
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન વિલિયમનસન કેકેઆર વિરુદ્ધની મેચમાં બહાર રહેવાની શક્યતા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિલિયમસન આગામી એક કે બે મેચ પણ નહીં રમે.
IPL 2020: હૈદરાબાદની ટીમને ઝટકો, આજની મેચ નહીં રમી શકે આ સ્ટાર બેટ્સમેન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 03:58 PM (IST)
ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 13ની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર જોવા મળશે. આઈપીએલ 13માં હૈદરાબાદ અને કોલકાતા બન્ને ટીમોને શરુઆતી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -