નવી દિલ્હીઃ ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં ટૂંકા વિરામ પછી પુનરાગમન કરનાર કે એલ રાહુલ તેની ગુણવત્તા સિદ્ધ કરવા માટે વધુ કટિબદ્ધ બન્યો છે. રેડ બુલ એથ્લીટ કે એલ રાહુલ ભારતીય ક્રિકેટ ટીમમાં ટોચના ખેલાડી તરીકે વૃદ્ધિ પામ્યો છે. તેણે 2014માં બીજી ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારીને 2016માં પદાર્પણમાં જ ઓડીઆઈ સેન્યુરી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે. તેઓ તે પછી પ્રથમ ટી20માં સેન્યુરી ફટકારી હતી. ટી20માં સેન્ચુરી પછી તેણે રમતની બધી ત્રણ ફોર્મેટ્સમાં સૌથી ઝડપી સેન્ચુરી ફટકારવાનો વિક્રમ કર્યો છે, જે તેણે ફક્ત 20 ઈનિંગ્સમાં કરી બતાવ્યું છે.
જોકે જાન્યુઆરીમાં તેની કારકિર્દીમાં આવેલા એક વળાંકને લઈને ભારતીય ટીમમાંથી તેને હંગામી ધોરણે પડતો મુકાયો હતો. ન્યૂઝ અને સોશિયલ મિડિયા પર તેને પડતો મુકાવા માટે જાતજાતની વાતો વહેતી થઈ હતી છતાં રાહુલે તાલીમ પર ઊર્જા કેન્દ્રિત કરવાનું, તેની ટેકનિક વધુ પરફેક્ટ બનાવવા અને તેની માનસિકતા પર આધાર રાખવાનું નક્કી કર્યું હતું, જે કટિબદ્ધતાએ તેને વિજેતા બનાવ્યો હતો.
તેણે જૂના મિત્રોને ભેગા કર્યા હતા અને એકાંત મેદાનમાં જઈને કલાકોના કલાકો સુધી તેણે બેટિંગ કરીને પોતાની બેટિંગ ટેકનિકને પરફેક્ટ બનાવી હતી. તેનો મિત્ર ડેવિડ માથિયાઝ (કર્ણાટકના ડોમેસ્ટિક સેટ-અપમાં લાંબા સમય સુધી તે રમ્યો હતો) તેના નેટ સેશન્સ જોયા હતા, વિડિયો રેકોર્ડ કર્યા અને તેને તેની ટેકનિક કઈ રીતે સુધારી શકાશે તે વિશે સલાહ આપી. રાહુલે તે સમયે અને હાલમાં તેની કામગીરીમાં ફરક શોધી કાઢવા માટે 2017-18ની તેની કામગીરી સાથે વર્તમાન વિડિયોની તુલના કરી જોઈ હતી.
તેને ખ્યાલ આવ્યો કે તેની બેટ સ્વિંગ તેના શરીરથી દૂર જતી હતી, જે બરોબર નહોતું. તે ટેકનિકને સુધારવાથી તેને બેટિંગ પર વધુ નિયંત્રણ મેળવવામાં ભરપૂર મદદ મળી છે. અને પરિણામ સ્વરૂપે તેનું ક્રિકેટ ટીમમાં પુનરાગમન થયું ત્યારે તેનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો હતો અને તેની બેટિંગ ટેકનિક વિશે ઘણા બધા ક્રિકેટ દિગ્ગજો દ્વારા હકારાત્મક ટિપ્પણીઓ આપવામાં આવી હતી.
રેડ બુલ એથ્લીટે તેના શારીરિક ઢાંચા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું., તેણે પોતાની બોડી પર કામ કરવા ભરપૂર સમય આપ્યો હતો અને પોતાને ટોચના સ્તરના ક્રિકેટ માટે ફિટ બનાવી દીધો હતો. તેણે પોતાને સતત યાદ અપાવ્યું કે દરેક તાલીમ સત્ર બહુ જ સખત હતું ત્યારે દર્દ એવી લક્ઝરી હતી જે સફળ ક્રિકેટર તરીકે તે માણી શકે છે. રમતના પ્રત્યક્ષ પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે રાહુલે પોતાને માનસિક રીતે પણ મજબૂત બનાવી દીધો હતો. તેણે 2014માં મેલ્બર્ન ક્રિકેટ મેદાનમાં તેના ટેસ્ટના પદાર્પણ દરમિયાન તેના માથામાં જે વિચાર ચાલતા હતા તે પોતાને સતત યાદ અપાવતો રહેતો હતો અને તેની મજબૂત માનસિકતાએ તેને સિડનીની બીજી ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારીને પલટવાર કરવામાં મદદ કરી હતી.
તેણે એ પણ ધ્યાન રાખ્યું કે ટીમમાં પાછો આવે ત્યારે તે પોતાને સિદ્ધ કરવા માટે રનનો પીછો કરશે. તેણે ટીમને જરૂર હતી ત્યારે રન બનાવી આપ્યા અને પોતાની અંદરનું શ્રેષ્ઠતમ બહાર લાવી દીધું. તેના પ્રયાસોનાં પરિણામો હવે બધા જોઈ શકે છે, કારણ કે રાહુલ અગાઉ કરતાં મજબૂત બનીને પાછો આવી ગયો છે. તે થોડા જ સમયમાં આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તમ ખેલાડીમાંથી એક બન્યો છે. સપ્ટેમ્બર 2020ના રોજ બેસ્ટ ટી20 બેટ્સ માટે આઈસીસી રેન્કિંગ્સમાં તેને બીજું સ્થાન મળ્યું હતું, જે તેના પ્રયાસો અને દેખાવોનો દાખલો છે.
કે એલ રાહુલની સફળતાનું શું છે રહસ્ય ? જાણો કેવી રીતે બન્યો શ્રેષ્ઠ બેટ્સમેન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2020 07:30 PM (IST)
ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં ટૂંકા વિરામ પછી પુનરાગમન કરનાર કે એલ રાહુલ તેની ગુણવત્તા સિદ્ધ કરવા માટે વધુ કટિબદ્ધ બન્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -