ભારતમાં કોરોના વાયરસના કહેરના કારણે ચાલુ વર્ષે આઈપીએલનું આયોજન દુબઈમાં થઈ રહ્યું છે. આઈપીએલમાં ફાઇનલ મેચમાં ટુર્નામેન્ટનો પ્લેયર ઓફ સિરિઝ એવોર્ડ એવા ખેલાડીને આપવામાં આવે છે કે જે શ્રેષ્ઠ દેખાવ કરે છે. 2008થી દરેક ટુર્નામેન્ટમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 2008થી 2019ની આઇપીએલ ટુર્નામેન્ટમાં કયા ખેલાડીને શ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ મળ્યો હતો તે જાણીએ.


IPL 2008- શેન વોટસન

આઇપીએલની પ્રથમ સિઝનમાં આ એવોર્ડ રાજસ્થાન રોયલ્સના ઓલ રાઉન્ડર શેન વોટસનને મળ્યો હતો. 2008માં રાજસ્થાન રોયલ્સે પ્રથમ ટ્રોફી જીતી હતી. શેન વોટસને 17 વિકેટ લીધી હતી અને 472 રન ફટકાર્યા હતા, જેમાં ચાર વખત અર્ધશતકનો સમાવેશ થાય છે. આઇપીએલ 2008માં તે ચાર વખત મેન ઓફ મેચ પણ બન્યો હતો. આ સિરિઝમાં સૌથી વધુ રન કિંગ્સ ઇલેવન પંજાબના શોન માર્શે કર્યા હતા, પરંત બોલિંગમાં પણ મોટા પ્રદાન બદલ શેન વોટસન આ ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડી બન્યો હતો.



IPL 2009- એડમ ગિલક્રિસ્ટ

આઇપીએલની બીજી સિઝનમાં ડેક્કન ચાર્જર્સના એડમ ગિલક્રિસ્ટને પ્લેયર ઓફ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો. આઇપીએલ 2009માં આઠ ટીમ વચ્ચે ટક્કર હતી અને ગિલક્રિસ્ટે કુલ 495 રન ફટકાર્યા હતા અને 18 બેટ્સમેનને ડ્રેસિંગ રૂમમાં મોકલ્યા હતા. આ સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સના મેથ્યુ હૈડને સૌથી વધુ 572 રન ફટકાર્યા હતા, પરંતુ સ્ટમ્પિંગ, રન-આઉટ અને કેચ જેવી વિકેટમાં યોગદાન બદલ ગિલક્રિસ્ટ શ્રેષ્ઠ ખેલાડી બન્યો હતો. આઇપીએલની આ બીજી સિઝનમા ગિલક્રિષ્ટ બે વખત પ્લેયર ઓફ મેચ પણ બન્યો હતો.

આઇપીએલ 2010- સચિન તેડુંલકર

આઇપીએલની ત્રીજી સિઝનમાં 618 રન ફટકારીને આ ટુર્નામેન્ટમાં સચિન પ્લેયર ઓફ સિરિઝ બન્યો હતો. સચિન ચાર અર્ધસદી કરી હતી અને ચાર વખત મેન ઓફ મેચનો એવોર્ડ મેળવ્યો હતો. તેનો હાઇએસ્ટ સ્કોલ રાજસ્થાન રોયલ્સ સામે 89 રનનો હતો. આ સિઝનમાં સચિન કુલ 15 મેચ રમ્યો હતો, પરંતુ મુંબઈ ઇન્ડિયન 2010ની ટ્રોફી જીતી શકી ન હતી. ટીમે તમામ લિગ મેચમાં શાનદાર દેખાવ કર્યો હતો અને 14 મેચમાંથી 11 મેચ જીતી હતી અને દરેક મેચમાં સચિને સારો દેખાવ કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ડેકકન ચાર્જર્સના પ્રજ્ઞાન ઓઝાએ સૌથી વધુ 21 વિકેટ લીધી હતી.



આઇપીએલ 2011- ક્રિસ ગેઇલ

આઇપીએલની ચોથી એડિશનમાં રોયલ ચેલેન્જર્સના ક્રિસ ગેઇલ પ્લેયર ઓફ ધ સિરિઝ તરીકે પસંદ થયો હતો. ગેઇલે બેટ અને બોલ બંનેથી સારો દેખાવ કર્યો હતો. કુલ 12 મેચમાં ગેઇલે 608 રન કર્યા હતા અને આઠ વિકેટ લીધી હતી. બે સદી અને ચાર અર્ધસદી સાથે તે છ વખત મેન ઓફ ધ મેચ બન્યો હતો. આઇપીએલ 2011માં તેનો સૌથી વધુ સ્કોર 107નો હતો. ક્રિસ ગેઇલ એકલા હાથે આરસીબીને ફાઇનલ સુધી લઈ ગયો હતો. જોકે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રોયલ ચેલેન્ડર્સનો ફાઇનલમાં પરાજય થયો હતો.

IPL 2012- સુનિલ નરિન

ટુર્નામેન્ટની 13 મેચમાં 24 વિકેટને કારણે કોલકતા નાઇટ રાઇટર્સના ખેલાડી સુનિલ નરિનને પ્લેયર ઓફ ધ સિરિઝ એવોર્ડ મળ્યો હતો. તે કિંગ્સ ઇવેવન, પૂણે વોરિયર્સ અને મુંબઈ ઇન્ડિયન સામેની મેચોમા ત્રણ વખત મેન ઓફ ધ મેચ બન્યો હતો. અગાઉની સિઝન બાદ આ સિઝનમાં 14 મેચમાં કુલ 733 રન સાથે ગેઇલ છવાયેલો રહ્યો હતો.



IPL 2013- શેન વોટસન

આઇપીએલ 2008 બાદ શેન વોટસન આઇપીએલ 2013માં પણ છવાયેલો રહ્યો હતો. તેણે આઇપીએલ 2013માં 16 મેચમાં 543 રન કર્યા હતા અને 14 વિકેટ લીધી હતી. આ સિઝનમાં તે એક વખત મેન ઓફ ધ મેચ બન્યો હતો. રાજસ્થાન રોયલ્સ વતી વોટસને એક સદી બે અર્ધીસદી ફટકાર હતી. આ સિઝનમાં સૌથી વધુ રન ચેન્નાઇ સુપર કિંગ્સના માઇકલ હસ્સીએ કર્યા હતા.

IPL 2014- ગ્લેન મેક્સવેલ

કોલકતા નાઇટ રાઇડર્સના ગ્લેન મેક્સવેલને આઇપીએલ 2014 સિઝનમાં મેન ઓફ ધ સિરિઝનો એવોર્ડ મળ્યો હતો. તેણે આ સિઝનની 16 મેચમાં 552 રન કર્યા હતા અને એક વિકેટ લીધી હતી. તેણે ચાર વખત અર્ધીસદી, બે વખત 80થી વધુ રન અને બે વખત 90થી વધુ રન કર્યા હતા. મેક્સવેલ ચાર વખત મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ સિઝનમાં રોબિન ઉથપ્પાએ 660 રન કર્યા હતા, જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સના મોહિત શર્માએ સૌથી વધુ 23 વિકેટ લીધી હતી.

IPL 2015 – એન્ડ્રે રસેલ

આઇપીએલ 2015 સિઝનમાં કોલકતા નાઇટ રાઇડર્સના એન્ડ્રે રસેલ પ્લેયર ઓફ ધ સિરિઝ બન્યો હતો. રસેલે કુલ 326 રન ફટકાર્યા હતા અને 15 વિકેટ લીધી હતી. રસેલ ત્રણ વખત મેન ઓફ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો. આ સિઝનમાં સૌથી વધુ રન સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરે કર્યા હતા. તેને કુલ 562 રન કર્યા હતા. ચેન્નાઇ સુપરકિંગ્સના બ્રેવોએ કુલ 26 વિકેટ લીધી હતી.



આઇપીએલ 2016- વિરાટ કોહલી

આઇપીએલ 2016માં વિરાટ કોહલીએ કુલ 973 રન કરીને આ એવોર્ડ મેળવ્યો હતો. આઇપીએલમાં કોઇ બેટ્સમેને કરેલા તે સૌથી વધુ રન છે. 2016ની ટુર્નામેન્ટમાં વિરાટ કુલ 16 મેચ રમ્યો હતો અને તેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેન ફાઇનલનો સમાવેશ થાય છે. આ સિઝનમાં વિરાટે કુલ ત્રણ સદી અને સાત અર્ધીસદી કરી હતી. આઇપીએલ 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદના ભુવનેશ્વર કુમારે સૌથી વધુ 23 વિકેટ લીધી હતી, જે સિઝનમાં કોઇ બોલરે લીધેલી સૌથી વધુ વિકેટ છે.

આઇપીએલ 2017- બેન સ્ટોક્સ

રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટના બેન સ્ટોક્સે 2017ની ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ સિરિઝનો એવોર્ડ હાંસલ કર્યો હતો. તેણે 11 મેચમાં 316 રન કર્યા હતા અને 12 વિકેટ લીધી હતી અને આ યોગદાનથી આરપીએસ ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જોકે દિલ્હી કેપિટલ ચેમ્પિયન બની હતી. આ સિઝનમાં ડેવિન વોર્નરે સૌથી વધુ 641 રન કર્યા હતા.



 IPL 2018- સુનિલ નરિન

2012ની સિઝનમાં પ્લેયર ઓફ મેચ એવોર્ડ હાંસલ કર્યા બાદ કોલકતા નાઇટ રાઇડર્સના સુનિલ નરિને 2018માં પણ સિદ્ધી મેળવી હતી. આઇપીએલ 2018માં સુનિલ નરિને 357 રન કર્યા હતા અને 17 વિકેટ લીધી હતી. કુલ 17 મેચમાંથી તે ત્રણ વખ મેન ઓફ ધ મેચ રહ્યો હતો. આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદન કેન વિલિયમ્સને સૌથી વધુ 735 બનાવ્યા હતા.

 આઇપીએલ 2019- એન્ડ્રે રસેલ

કોલકત્તા નાઇટ રાઇડર્સને એન્ડ્રે રસેલે 2010ની સિઝનમાં પ્લેયર ઓફ ધ સિરિઝનો ખિતાબ મળ્યો હતો. રસેલે કુલ 13 મેચમાં 510 રન કર્યા હતા અને 11 વિકેટ લીધી હતી. રસેલ ચાર વખત મેન ધ મેચ બન્યો હતો. આ સિરિઝમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરે સૌથી વધુ 692 રન કર્યા હતા અને ચેન્નાઇ સુપર કિંગ્સના ઇમરાન તાહિરે સૌથી વધુ 26 વિકેટ લીધી હતી. ફાઇનલ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને હરારીને મુંબઈ ઇન્ડિયન ચેમ્પિયન બની હતી.