IPL 2020 RR vs KKR: રાજસ્થાન રોયલ્સે જીત્યો ટોસ, કોલકાતા નાઈટ રાઇડર્સની બેટિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Sep 2020 07:01 PM (IST)
આ સીઝનમાં પ્રથમ વખત રાજસ્થાન દુબઈમાં રમશે. આ પહેલા બંને મેચ શારજહાંમાં રમી છે.
IPL 2020 RR vs KKR: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 12મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. આ સીઝનમાં પ્રથમ વખત રાજસ્થાન દુબઈમાં રમશે. આ પહેલા બંને મેચ શારજહાંમાં રમી છે. બંને મેચમાં રાજસ્થાને 200થી વધારે રન બનાવીને જીત મેળવી છે. આજની મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન જોસ બટલર, સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન, રાહુલ તેવટિયા, રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, ટોમ કરન, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, જયદેવ ઉનડકટ કોલકાતા નાઇટ રાઇડર્સની પ્લેઇંગ ઇલેવન શુભમન ગિલ, સુનીલ નરેન, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, પેટ કમિન્સ, શિવમ માવી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, કમલેશ નાગરકોટી