ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત નબળી રહી હતી. 6 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. ડિકોકે 39 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા વડે 67 રન, સૂર્યકુમાર યાદવે 18 બોલમાં 6 ચોગ્ગા વડે 27 રન, ઈશાન કિશને 23 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 31 રન, હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 28 રન બનાવ્યા હતા. પોલાર્ડ 13 બોલમાં 3 છગ્ગા વડે 25 રન અને કૃણાલ પંડ્યા 4 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 20 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
મુંબઈની ઈનિંગ દરમિયાન દરમિયાન 15મી ઓવરમાં મનીષ પાંડેએ સુપરમેનની જેમ હવામાં છલાંગ લગાવીને બાઉન્ડ્રી પર પકડેલા શાનદાર કેચને જોઈ તમામ દંગ રહી ગયા હતા. આ ઓવરમાં સંદીપ શર્માના બોલ પર ઈશાન કિશને શાનદાર શોટ ફટકાર્યો હતો પરતુ બાઉન્ડ્રી લાઇન પર ઉભેલા મનીષ પાંડેએ સુપરમેનની જેમ હવામાં છલાંગ લગાવીને શાનદાર કેચ પક્ડયો હતો.
પાંડેનો આ કેચ આઈપીએલ 2020ના સૌથી શ્રેષ્ઠ કેચ પૈકીનો એક છે. મનીષ પાંડેનો કેચ જોઈ તમામ હેરાન રહી ગયા હતા અને ઈશાન કિશન 31 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ