દાહોદ: ગુજરાતના રોડ રસ્તા પર યમરાજાના આંટા ફેરા વધી ગયા હોય તેમ અકસ્માતની જીવલેણ ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. ગઈકાલે સંતરામપુરથી ગોધરા જતી ખાનગી લક્ઝરી બસને મોરવા હડફના નાટાપુર પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં બે લોકોના મોત અને 10થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.


આજે દાહોદના લીમખેડાના ફુલપરી ઘાટમાં ખાનગી ટ્રાવેલ્સ પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ પસાર થતાં લોકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.



મળતી વિગતો પ્રમાણે બસ પૂર ઝડપે હંકારતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીમડી, દુઝિયા અને લીમખેડા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણની હાલત વધુ ગંભીર જણાતાં દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

નવરાત્રિને લઈ નીતિન પટેલે શું આપ્યા મોટા સમાચાર ? કેટલા લોકો ભેગા થઈ રમી શકશે ગરબા ? જાણો વિગત

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ