પંજાબના ઓપનરો લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે શાનદાર શરૂઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલે 52 બોલમાં 63 રન, મયંક અગ્રવાલે 19 બોલમાં 26 રન, મંદીપ અગ્રવાલે 16 બોલમાં 27 રન, નિકોલસ પુરને 17 બોલમાં 33 રન બનાવ્યા હતા. મેક્સવેલ 11 રને અને સરફરાઝ ખાન 14 રને નોટઆઉટ રહ્યા હતા.
મેચમાં શાર્દુલ ઠાકુરની ઓવરમાં વિકેટ પાછળ પંજાબના કેપ્ટન લોકેશ રાહુલનો કેચ કરવાની સાથે જ ધોનીએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો હતો. ધોનીએ આઈપીએલમાં 100મો કેચ પકડ્યો હતો. ધોનીએ 195મી મેચમાં આ સિદ્ધી મેળવી હતી. તેના નામે 39 સ્ટંપિંગ પણ બોલે છે.
આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન દિનેશ કાર્તિક આઈપીએલમાં 100 કેચ પકડવાની સિદ્ધી મેળવી ચુક્યો છે.