નવી દિલ્હી : ચૈન્નઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર ખેલાડી રવિંદ્ર જાડેજા IPLમાં 2000 રન બનાવનાર અને 110 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં જાડેજાએ 35 બોલમાં 50 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સમાં તેણે 2 સિક્સર અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય જાડેજા 2000 રન બનાવનાર અને લીગમાં 50 થી વધુ વિકેટ લેનાર ચોથો ક્રિકેટર છે. જાડેજા શેન વોટસન, કેરોન પોલાર્ડ, જેક કાલિસની સૂચિમાં જોડાયો છે. જાડેજાએ એક નિવેદનમાં કહ્યું, 'આઈપીએલના ઇતિહાસમાં આ બેવડી સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ક્રિકેટર હોવાનો મને આનંદ છે. જાડેજા આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 176 મેચ રમ્યો છે. તેણે ચૈન્નાઈ સુપર કિંગ્સ સાથે 106, ગુજરાત લાયન્સ સાથે 27, કોચી ટસ્કર્સ સાથે 14 અને રાજસ્થાન રોયલ્સ સાથે 27 મેચ રમી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈકેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈકેલક્યુલેટ કાર લોન ઈએમઆઈકેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ