IPL 2020 RCB vs DC: બેંગ્લોરે ટોસ જીત્યો, દિલ્હી કેપિટલ્સની પ્રથમ બેટિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2020 07:02 PM (IST)
હાલ દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.
IPL 2020 RCB vs DC: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 19મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. હાલ દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. IPLની આ સિઝનમાં દિલ્હી અને બેંગ્લોર 3-3 મેચ જીત્યા છે. દિલ્હીએ તેની ગત મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને બેંગ્લુરુએ ગત મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હાર આપી હતી. DCની પ્લેઇંગ ઇલેવન પૃથ્વી શૉ, શિખર ધવન, શ્રેયસ ઐયર, રિષભ પંત, શિમરોન હેટમાયર, માર્કસ સ્ટોયનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, એનરિચ નોર્ટજે RCBની પ્લેઇંગ ઇલેવન દેવદત્ત પડીક્કલ, એરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, મોઈન અલી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, ઈસુરુ ઉદાના, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ