IPL 2020 KKR vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 21મો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. કોલકાતાએ 20 ઓવરમાં  167  રન બનાવી ઓલઆઉટ થઈ હતી  . ચેન્નઈ તરફથી ડ્વેન બ્રાવોએ 3, સેમ કરન, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્માએ 2-2 વિકેટ લીધી હતી.

કોલકાતા તરફથી ઓપનર રાહુલ ત્રિપાઠીએ 51 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા વડે 81 રન બનાવ્યા હતા. આ સિવાયના કોઈ બેટ્સમેન 18 રને પાર કરી શક્યા નહોતા. શુભમન ગિલે 11, નીતિશ રાણાએ 9, સુનીલ નરેને 17, મોર્ગને 17, આંદ્રે રસેલ 2, દિનેશ કાર્તિકે 12 રન બનાવ્યા હતા.



કોલકાતા નાઈટરાઈડર્સની   પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, સુનીલ નરેન, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, ઈયોન મોર્ગન, આંદ્રે રસેલ, પેટ કમિંસ, કમલેશ નાગરકોટી, શિવમ માવી, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી

ચેન્નઈ સુપરકિંગ્સની પ્લેઇંગ ઇલેવન

ફાફ ડુપ્લેસિસ, શેન વોટસન, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, મહેન્દ્ર ધોની, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, કર્ણ શર્મા, શાર્દૂલ ઠાકુર, દિપક ચહર