પડીક્કલ અને ફિંચે પ્રથમ વિકેટ માટે 67 રનની પાર્ટનરશિપ કરી હતી. એરોન ફિંચ 37 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 47 રન, પડીક્કલે 23 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 32 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 28 બોલમાં 33 રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે એબી ડિવિલિયર્સે બોલમાં 33 5 ચોગ્ગા અને 6 છગ્ગા વડે અણનમ 73 રન બનાવ્યા હતા.
આ સાથે કોહલી અને એબી ડિવિલિયર્સની જોડીએ એક મોટો રેકોર્ડ તેમના નામે કર્યો હતો. કોહલી અને ડિવિલિયર્સે આઈપીએલમાં 10મી વખત 100 કે તેથી વધુ રનના પાર્ટનરશિપ કરી હતી. આઈપીએલમાં કોઈ જોડી દ્વારા આવો રેકોર્ડ બનાવવામાં આવ્યો નથી. બંનએ પાર્ટનરશિપમાં 3000થી વધુ આઈપીએલ રન બનાવ્યા છે. આ પહેલાનો રેકોર્ડ કોહલી અને ગેઇલના નામે હતો. તેમણે 9 વખત 100 થી વધુ રનની ભાગીદારી કરી હતી. જ્યારે ત્રીજા ક્રમે વોર્નર અને ધવનની જોડી છે. તેમણે 6 વખત 100થી વધુની પાર્ટનરશિપ કરી છે.