IPL 2020 CSK vs SRH: ચેન્નઈએ હૈદરાબાદને જીતવા આપ્યો 168 રનનો ટાર્ગેટ, જાડેજાના 10 બોલમાં અણનમ 25 રન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Oct 2020 09:18 PM (IST)
મેચમાં ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો.
(તસવીર સૌજન્યઃ IPL ટ્વિટર)
IPL 2020 CSK vs SRH: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 29મો મુકાબલો ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ અને ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ધોનીની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 167 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ખલીલ અહમદ, સંદીપ શર્મા અને ટી નટરાજનને 2-2 સફળતા મળી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત નબળી રહી હતી. શાનદાર ફોર્મમાં રહેલો ઓપનર ફાફ ડુપ્લેસિસ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ઓપનિંગ આવેલા સેમ કરને 21 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 31 રન, શેન વોટસને 38 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગ સાથે 42 રન, અંબાતી રાયડૂએ 34 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 41 રન, ધોનીએ 13 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 21 રન બનાવ્યા હતા. જાડેજા 10 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 25 રન બનાવી અણનમ રહ્યો હતો. CSKની પ્લેઇંગ ઇલેવન શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, ડ્વેન બ્રાવો, દીપક ચહર, પીયૂષ ચાવલા, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા SRHની પ્લેઇંગ ઇલેવન ડેવિડ વોર્નર, જોની બયરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, શાહબઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, ટી નટરાજન