IPL 2020 KKR v SRH: સુપર ઓવરમાં કોલકાતાનો વિજય, હૈદરાબાદે બનાવ્યો શરમજનક રેકોર્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Oct 2020 07:55 PM (IST)
મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો.
IPL 2020 KKR v SRH: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 35મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા. હૈદરાબાદે પણ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન બનાવતાં મેચ ટાઈ પડી હતી. જે બાદ સુપર ઓવરમાં હૈદરાબાદે ત્રણ બોલમાં 2 વિકેટ ગુમાવી દેતા તેની ઈનિંગ પૂરી થઈ ગઈ હતી. આ સાથે હૈદરાબાદે આઈપીએલમાં સુપર ઓવરમાં સૌથી ઓછા સ્કોરના શરમજનક રેકોર્ડની બરોબરી કરી હતી. ચાલુ સિઝનમાં પંજાબે દિલ્હી સામેની મેચમાં પણ 3 રન બનાવ્યા હતા. કોલકાતાએ જીતવા માટેનો 3 રનનો ટાર્ગેટ વિકેટ ગુમાવ્યા વગર 4 બોલમાં જ હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદની આજની ટીમ: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો(વિકેટકીપર), મનીષ પાંડે, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અબ્દુલ સમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ટી નટરાજન અને બસીલ થમ્પી કોલકાતાની આજની ટીમ: રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઓઇન મોર્ગન (કેપ્ટન), આન્દ્રે રસેલ, પેટ કમિન્સ, શિવમ માવી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન અને વરુણ ચક્રવર્તી