IPL 2020 RR vs KXIP: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે નવમો મુકાબલો કોલકાતા રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 223 રન ફટકાર્યા હતા. મયંક અગ્રવાલે આઈપીએલ કરિયરમાં પ્રથમ સદી ફટકારવાની સાથે સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો.


ઓપનરોએ અપાવી શાનદાર શરૂઆત

પંજાબને તેના ઓપનરો લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 16.3 ઓવરમાં 183 રનની પાર્ટનરશિપ કરી હતી. મયંક અગ્રવાલે 50 બોલમાં 7 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે પણ 1 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 54 બોલમાં 69 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરન 8 બોલમાં 25 રન અને મેક્સવેલ 9 બોલમાં 13 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન

જોસ બટલર, સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુત તેવટિયા, રિયાન પરાગ, ટોમ કરન, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, અંકિત રાજપૂત

કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઇંગ ઇલેવન

મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, કરૂણ નાયર, સરફરાઝ ખાન, જેમ્સ નીશન, એમ અશ્વિન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, શેલ્ડન કોટ્રેલ

IPL 2020: આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનારો બીજો ભારતીય બન્યો મયંક અગ્રવાલ, જાણો કેટલા બોલમાં ઠોકી સદી