IPL 2020 RR vs KXIP: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે નવમો મુકાબલો કોલકાતા રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મયંક અગ્રવાલે આઈપીએલ કરિયરમાં પ્રથમ સદી ફટકારવાની સાથે સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો.


મયંક અગ્રવાલે 45 બોલમાં જ સદી પૂરી કરી હતી અને તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારો બીજો ભારતીય બન્યો હતો. અગ્રવાલે 50 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 106 રન ફટકાર્યા હતા. આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે છે. પઠાણે 2010માં મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી. આ રેકોર્ડ આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી.

મયંક પછી મુરલી વિજયે 2010માં રાજસ્થાન રોયલ્સ સામે 46 બોલમાં, વિરાટ કોહલીએ 2016માં કિંગ્સ ઈલેવન પંજાબ સામે 47 બોલમાં અને વિરેન્દ્ર સેહવાગે 2011માં ડેક્કન હૈદરાબાદ સામે 48 બોલમાં સદી ફટકારી હતી.