IPL 2020 RR vs KXIP: રાજસ્થાને ટોસ જીત્યો, પંજાબની પ્રથમ બેટિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Sep 2020 07:03 PM (IST)
મેચમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે.
IPL 2020 RR vs KXIP: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે નવમો મુકાબલો કોલકાતા રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાશે. મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. મેચમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. રાજસ્થાનની ટીમમાં સ્ટીવ સ્મિથ, જોસ બટલર, રોબિન ઉથપ્પા, સંજુ સેમસન જેવા ખેલાડી છે. જ્યારે પંજાબની ટીમમાં ગ્લેન મેક્સવેલ, કેએલ રાહુલ, નિકોલસ પૂરન જેવા શાનદાર ખેલાડી છે. રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન જોસ બટલર, સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુત તેવટિયા, રિયાન પરાગ, ટોમ કરન, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, અંકિત રાજપૂત કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઇંગ ઇલેવન મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, કરૂણ નાયર, સરફરાઝ ખાન, જેમ્સ નીશન, એમ અશ્વિન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, શેલ્ડન કોટ્રેલ