ઉલ્લેખનીય છે કે બુમરાહ આઈપીએલ 2020ના પ્રથમ ક્વોલીફાયર મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે ચાર વિકેટ લઈને પોતાની ટીમને જીત અપાવી હતી. તેના આ પદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં શેન બોન્ડે કહ્યું, જસપ્રીત બુમરાહને બોલિંગ કરતો જોવો એ સન્માનની વાત છે. તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ટી20 બોલર છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ ક્વોલીફાયર મુકાબલામાં દિલ્બી કેપિટલ્સ સામે બુમરાહ અને બોલ્ટે પોતાની શરૂઆતની ચાર ઓવરમાં જ મુંબઈની જીત નક્કી કરી દિધી હતી. આ મેચમાં બુમરાહે 14 રન આપી 4 વિકેટ ઝડપી હતી. બોલ્ટે 9 રન આપી 2 વિકેટ ઝડપી હતી.