IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ બીચ પર કરી મસ્તી, શેર કર્યા વીડિયો અને તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Sep 2020 01:32 PM (IST)
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર મસ્તીની તસવીરો શેર કરી છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ખેલાડીએ યુએઈમાં બીચ પર મસ્તી કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સના ટ્વિટર હેન્ડ પરથી ખેલાડીઓની મસ્તી કરતા વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર મસ્તીની તસવીરો શેર કરી છે. રોહિત શર્માની સાથે તસવીરમાં તેની પત્ની રિતિકા અને પુત્રી સમાયરા પણ જોવા મળી રહી છે. બીચ પર મસ્તી કરતાં ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા પણ સામેલ છે. આ બંને ખેલાડીએ પાણીની લહેરો સાથે મસ્તી કરી હતી. આ ઉપરાંત કેટલાક ખેલાડી ફૂટબોલની મજા માણતા પણ જોવા મળ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સે 2013, 2015, 2017, 2019માં આઈપીએલ પર કબજો જમાવ્યો છે. ગત વર્ષે મુંબઈએ રોમાચંક ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને હાર આપી હતી. 19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલાથી આઈપીએલની શરૂઆત થશે.