આઈપીએલ 2020ની 36મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને જીત માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ડી કોકે સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. પોલાર્ડે નોટઆઉટ 34 રન અને કુલ્ટર નાઇલે નોટઆઉટ 24 રન બનાવ્યા હતા.


પંજાબ તરફથી મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહે 2-2 ઝડપી હતી, જ્યારે રવિ બિશ્નોઇ અને ક્રિસ જોર્ડને 1-1 વિકેટ ઝડપી હતી.

આ પહેલા  મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  મુંબઈ અને પંજાબ બંનેએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કૌલ્ટર નીલે અને જસપ્રીત બુમરાહ


પંજાબની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દિપક હુડા, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, એમ અશ્વિન, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ