આઈપીએલ 2020માં સતત બીજી મેચમાં જીત મેળવી રાજસ્થાન રોયલ્સ હજુ પણ પ્લેઓફની રેસમાં યથાવત છે. રાજસ્થાનની ટીમે કિંગ્સ ઈલેવન પંજાબને શુક્રવારે એક તરફી મુકાબલામાં સાત વિકેટથી હાર આફી. આ જીત સાથે રાજસ્થાનની ટમ પોઈન્ટ્સ ટેબલમાં પાંચમાં સ્થાન પર પહોંચી ગઈ છે. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમને આ સીઝનમાં છ મેચમાં જીત મળી છે જ્યારે સાત મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ ચોથા નંબર પર છે.


મુંબઈ ઈન્ડિયન્સ ટોપ પર

આઠ મેચમાં જીત મેળવી મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. બીજા નંબર પર રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ છે. ત્રીજા સ્થાન પર દિલ્હી કેપિટલ્સ છે. બેંગ્લોર અને દિલ્હી બંને સાત-સાત મેચ જીત્યા છે પરંતુ નેટ રન રેટ આધાર પર બેંગલોર બીજા નંબર પર છે.

ચેન્નઈ સિવાય તમામ ટીમો પાસે તક

કિંગ્સ ઈલેવન પંજાબ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રણેય ટીમોએ 13માંથી છ મેચ જીતી છે જ્યારે સાત મુકાબલામાં હાર મળી છે. નેટ રન રેટના આધારે પંજાબ ચોથા, રાજસ્થાન પાંચમાં અને કોલકાતા છઠ્ઠા નંબર પર છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે બારમાંથી પાંચ મેચ જીતી છે. હજુ તેને બે મેચ રમવાની છે. મુંબઈ પ્લેઓફમાં પહોંચી ગયું છે અને ચેન્નઈ બહાર થઈ ગઈ છે. અન્ય ટીમો પાસે પ્લેઓફમાં પહોંચવાની તક છે.