પ્રથમ પ્લેઓફ મેચને ક્વોલિફાયર વન નામ આપવામાં આવ્યું છે. કારણકે વિજેતા ટીમને સીધી જ ફાઇનલની એન્ટ્રી મળી જાય છે. 6 નવેમ્બર શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બીજી પ્લેઓફ મેચ રમાશે. જેને એલિમિનેટર કહેવાય છે. શુક્રવારે જે ટીમ હરશે તેની આઈપીએલ સફર ખતમ થઈ જશે. 8 નવેમ્બરે રમાનારી બીજી પ્લેઓફના ત્રીજા મુકાબલાને ક્વોલિફાયર ટુ કહેવામાં આવ્યું છે. જો પણ ટીમ ક્વોલિફાયર ટૂમાં જીતશે તેની ટક્કર ક્વોલિફાયર વન જીતનારી ટીમે સાથે 10 નવેમ્બરે થશે.
આજનો મુકાબલો દુબઈમાં રમાશે. ભારતીય સમય મુજબ સાંજે 7.00 કલાકે ટોસ થશે અને 7.30 કલાકે મેચ શરૂ થશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની તમામ ચેનલો પર જોઈ શકાશે.
ચાલુ સીઝનમાં દિલ્હી એક પણ વખત મુંબઈને હરાવી શક્યું નથી, તેથી મુંબઈ જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. મુંબઈનો મુખ્ય આધાર રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, જસપ્રીત બુમરાહ, બોલ્ટ પર રહેશે. જ્યારે દિલ્હી ધવન, ઐયર, શૉ, હેટમાયર, રબાડાના દેખાવ પર જીતનો આધાર રાખશે.