રાજ્યભરની 16 હજારથી વધુ શાળાઓમાંથી 12 હજારથી વધુ શાળાઓ પાસે ફાયર સેફ્ટી NOC નહીં હોવાની વિગતો સામે આવી છે. માત્ર અમદાવાદ શહેરમાં જ એક હજારથી વધારે શાળાઓમાંથી 500થી વધુ શાળાઓમાં ફાયર સેફ્ટીનું NOC નથી.
અમદાવાદ શહેર વિસ્તારની 1 હજાર 3 શાળા પૈકી 461 શાળા પાસે ફાયર સેફ્ટીની NOC છે. જ્યારે 542 શાળા પાસે NOC જ નથી. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 914 શાળા પૈકી 497 શાળા પાસે ફાયર NOC છે. જ્યારે 197 શાળા NOC વગરની છે. જ્યારે 220 શાળાઓની NOC મેળવવાની કામગીરી ચાલુ છે.
સુરતમાં 1 હજાર 428 પૈકી 887 શાળાઓની ફાયર NOC બાકી છે. માત્ર 541 શાળાઓ પાસે NOC છે. તો અન્ય કયા જિલ્લામાં કેટલી સ્કૂલોમાં NOC નથી એના પર નજર કરીએ તો અમરેલીમાં 457, આણંદમાં 531, અરવલ્લીમાં 4, બનાસકાંઠાં 930, ભરૂચમાં 340, ભાવનગરમાં 627, બોટાદમાં 201, છોટાઉદેપુરમાં 234,દાહોદમાં 600, દ્વારકામાં 237, ગીર સોમનાથમાં 162, જામનગરમાં 417, જૂનાગઢમાં 580, કચ્છમાં 567, ખેડામાં 500, મહેસાણામાં 571, પોરબંદરમાં 178, સાબરકાંઠામાં 524, સુરતમાં 887,સુરેંદ્રનગરમાં 466 અને વડોદરામાં 719 શાળાઓ પાસે NOC નથી.