IPL 2020 RR vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો, રાજસ્થાન રોયલ્સની પ્રથમ બેટિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Sep 2020 07:02 PM (IST)
રાજસ્થાન રોયલ્સ પ્રથમ મેચ રમશે, જ્યારે ચેન્નાઈ મુંબઈ સામેની પ્રથમ મેચ જીતી ચુક્યું છે.
IPL 2020 RR vs CSK: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020માં આજે ચોથો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. રાજસ્થાન રોયલ્સ પ્રથમ મેચ રમશે, જ્યારે ચેન્નાઈ મુંબઈ સામેની પ્રથમ મેચ જીતી ચુક્યું છે. મેચમાં ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની સીએસકે અને આરઆરની મેચ યુએઇના શારજહાંમા રમાવાની છે. અબુધાબી અને દુબઇની સરખામણીમાં શારજહાંની પીચ બિલકુલ અલગ છે. સાઇઝના હિસાબે પણ આ ગ્રાઉન્ડ નાનુ છે. બૉલર્સની અહીં ખુબ ધુલાઇ થાય છે, આવામાં આ મેચ હાઇ સ્કૉરિંગ રહેવાની પુરેપુરી સંભાવના છે. રાજસ્થાન રૉયલ્સની પ્લેઇંગ ઇલેવન યશસ્વી જાયસ્વાલ, રૉબિન ઉથપ્પા, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ, ડેવિડ મિલર, રિયાન પરાગ, ટૉમ કરન, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, રાહુલ તિવેટીયા ચેન્નાઇ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન શેન વૉટસન, મુરલી વિજય, ફાક ડૂ પ્લેસીસ, ઋતુરાજ ગાયકવાડ, કેદાર જાધવ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, લુંગી એનગિડી, દીપક ચહર, પિયુષ ચાવલા. .