નવી દિલ્હીઃ આઇપીએલમાં આજે ધોનીની ટીમ ફરી એકવાર મેદાનમાં ઉતરશે, આજે ચેન્નાઇની ટક્કર આઇપીએલની રાજસ્થાન રૉયલ્સ સામે થવાની છે. ત્યારે મુંબઇ સામે જીતી ચૂકેલી ચેન્નાઇની ટીમને રાજસ્થાન માત આપવાનો પ્રયાસ કરશે. ખાસ વાત છે કે એકબાજુ ચેન્નાઇની ટીમ એકદમ અનુભવી છે, જ્યારે બીજીબાજુ રાજસ્થાન રૉયલ્સની ટીમમાં અનુભવી ખેલાડીઓની ગેરહાજરી છે.


પીચ રિપોર્ટ
આજની સીએસકે અને આરઆરની મેચ યુએઇના શારજહાંમા રમાવવની છે. અબુધાબી અને દુબઇની સરખામણીમાં શારજહાંની પીચ બિલકુલ અલગ છે. સાઇઝના હિસાબે પણ આ ગ્રાઉન્ડ નાનુ છે. બૉલર્સની અહીં ખુબ ધુલાઇ થાય છે, આવામાં આ મેચ હાઇ સ્કૉરિંગ રહેવાની પુરેપુરી સંભાવના છે.

રાજસ્થાન રૉયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જાયસ્વાલ, રૉબિન ઉથપ્પા, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ, ડેવિડ મિલર, રિયાન પરાગ, ટૉમ કરન, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ.

ચેન્નાઇ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શેન વૉટસન, મુરલી વિજય, ફાક ડૂ પ્લેસીસ, અંબાતી રાયડુ, કેદાર જાધવ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, લુંગી એનગિડી, દીપક ચહર, પિયુષ ચાવલા.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ