નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020માં આજે ત્રીજો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે. બેંગલોર તરફથી આ મેચમાં એરોન ફિંચ સાથે દેવદત્ત પડ્ડીકલ ઓપનિંગમાં આવ્યો હતો.

દેવદત્તની આ ડેબ્યૂ આઈપીએલ મેચ છે. ડેબ્યૂ મેચમાં જ તેણે આરસીબી તરફથી અડધી સદી (56 રન) ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આરસીબી તરફથી ક્રિસ ગેઇલે 2011માં ડેબ્યૂ મેચમાં કોલકાતા સામે અણનમ 102 રન, 2011માં ડિવિલિયર્સે અણનમ 54, 2014માં યુવરાજ સિંહે અણનમ 52 રન બનાવ્યા હતા.



આ ઉપરાંત તેણે ડેબ્યૂ મેચમાં પણ શાનદાર દેખાવ કર્યો છે. 2018માં મહારાષ્ટ્ર સામે ફર્સ્ટ કલાસ ડેબ્યૂમાં 7 અને 77 રન, 2019મા લિસ્ટ એ મેચમાં ઝારખંડ સામે 58 રન, 2019માં ટી-20માં ઉત્તરાખંડ સામે અણનમ 53 રન અને 2020 આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 56 રનની ઇનિંગ રમી હતી.