નવી દિલ્હીઃ સતત ત્રણ મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવનારી સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો આજે આઇપીએલ એલિમિનેટરમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે થવાનો છે. ટૂર્નામેન્ટમાં ધીમી શરૂઆત કર્યા બાદ હૈદરાબાદની ટીમે પોતાની લય હાંસલ કરી લીધી અને પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી.

ગઇકાલે મુંબઇએ દિલ્હી સામે મેચ જીતને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે આજની મેચ હૈદરાબાદ અને બેંગ્લૉર વચ્ચે છે, જે જીતશે તે ટીમ દિલ્હી સામે રમશે અને ફાઇનલમાં પ્રવશવા માટે કોશિશ કરશે.

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની સંભવિત ટીમ
દેવદત્ત પડિક્કલ, જોશુઆ ફિલિપ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), શિવમ દુબે, ક્રિસ મોરિસ, વૉશિંગટન સુંદર, શાહબાજ અહેમદ, ઇસુરુ ઉદાના, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ.

સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત ટીમ
ડેવિડ વોર્નર (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), મનિષ પાંડે, કેન વિલિયમસન, અબ્દુલ સમદ, પ્રિમય ગર્ગ, જેસન હોલ્ડર, શાહબાજ નદીમ, રાશિદ ખાન, ટી નટરાજન, સંદિપ શર્મા.