એક્ટ્રેસ પૂનમ પાંડે અને તેના પતિ સેમ બોબ્નેને ગોવાની એક કોર્ટે જામીન આપ્યા છે, જોકે બન્ને હાલમાં ગોવાની બહાર જઈ નહીં શકે. પોલીસ અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, પૂનમ પાંડે અને સમ બોમ્બેને ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે જ્યાં સુધી બન્ને 20,000 પ્રતિ વ્યક્તિ જામીનની રકમ જના ન કરાવે. ટીઓઆઈના રિપોર્ટ અનુસાર, બન્નેને આગામી છ દિવસ સુધી પોલીસ સ્ટેશન જઈને રોજ પોતાની હાજરી નોંધાવવી પડશે.


નોંધનીય છે કે આ પહેલા સરકારી સંપતિમાં અનઅધિકૃત રીતે પ્રવેશઅને અશ્લીલ વીડિયો શૂટ કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી.

દક્ષિણ ગોવા જિલ્લાના કોનકોના શહેરના ઘણા નાગરિકોએ આ શૂટિંગ માટે સરકારી મશીનરીના દૂરપયોગનો આરોપ લગાવ્યો હતો. બાદમાં બે પોલીસકર્મી તુકારામ ચવ્હાણ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.

આ પહેલા એક અધિકારીએ જણાવ્યું કે ગોવાના સિંકરિમમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયેલી પૂનમ પાંડેએ ગુરૂવારે બપોરે કલાંગુટ પોલીસની એક ટીમે ધરપકડ કરી છે અને બાદમાં કાનકોના પોલીસને સોંપી છે.

કાનકોના શહેરના ચાપોલી ડેમ પર શૂટ દરમિયાન અશ્લીલતાને લઈ બુધવારે પૂનમ પાંડે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડેમનું સંચાલન સંભાળતા જળ સંશાધન વિભાગે ફરિયાદ નોંધાવી હતી.

ગુરૂવારે કાનકોનામાં એ પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંદ સાથે શહેરમાં બંધનું આહ્વાન કરવામાં આવ્યું જેમણે અભિનેત્રી અને શૂટિંગ સાથે જોડાયેલા દળને સુરક્ષા આપી હતી.

પોલીસ અધિક્ષકે બાદમાં નિરીક્ષક તુકારામ ચવ્હાણ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દિધા છે. આ મામલે તપાસ ચાલી રહી છે.