નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે હારનો સામનો કરો પડ્યો હતો. વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હૈદરાબાદને 10 રનથી હાર આપી હતી. મેચમાં હાર ઉપરાંત હૈદરાબાદને એક મોટો ફટકો લાગ્યો છે. ફોર્મમાં ચાલી રહેલો ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર મિશેલ માર્શ બોલિગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો.
જેના કારણે તે આઈપીએલની ચાલુ સીઝનમાંથી બહાર થઈ શકે છે. જોકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આરસીબી સામેની મેચ દરમિયાન માર્શની એડીમાં ઈજા થઈ હતી. બેંગ્લોર સામે 5મી ઓવર ફેંકવા આવેલો માર્શ માત્ર ચાર બોલ જ ફેંકી શક્યો હતો. એરોન ફિંચનો શોટ રોકવાના ચક્કરમાં તેનો પગ મચડાઈ ગયો હતો. મેદાન બહાર ગયા બાદ તે પરત ફર્યો નહોતો. ઈજાગ્રસ્ત હોવા છતા 10મા ક્રમે બેટિંગમાં આવ્યો હતો.
ટીમ સાથે સંકળાયેલા સૂત્રના જણાવ્યા મુજબ, માર્શની ઈજા ગંભીર લાગી રહી છે. તે આગામી મેચોમાં રમી શકશે કે નહીં તે કહી શકાય નહી. જો માર્શ આઈપીએલનો હિસ્સો નહીં હોય તો સનરાઇઝર્સ માટે મોટો ફટકો માનવામાં આવશે. માર્શ બહાર થતાં પ્લેઇંગ ઇલેવનમાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર મોહમ્મદ નબીને સ્થાન મળી શકે છે.
IPL 2020: પ્રથમ મેચે રચ્યો ઈતિહાસ, દુનિયાની કોઈપણ રમતમાં નથી બન્યો આ રેકોર્ડ
Coronavirus: PM મોદી આવતીકાલે 7 રાજ્યોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કરશે ચર્ચા, જાણો વિગત
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
IPL 2020: સનરાઈઝર્સ હૈદરાબાદને લાગ્યો મોટો ફટકો, આ સ્ટાર ખેલાડીની સીઝન રમવા પર શંકા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2020 05:55 PM (IST)
ફોર્મમાં ચાલી રહેલો ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર મિશેલ માર્શ બોલિગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે આઈપીએલની ચાલુ સીઝનમાંથી બહાર થઈ શકે છે. જોકે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -