નવી દિલ્હી: આઈપીએલ 2021 સીઝન 14 માટે 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થઈ શકે છે. આ અંગે બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જાણકારી આપી છે.


BCCIના અધિકારીએ જણાવ્યું કે, હરાજી 18 ફેબ્રુઆરીએ થઈ શકે છે. જેના માટે હજુ સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે, આઈપીએલ 2021નું આયોજન ભારતમાં થશે કે બહાર તેને લઈને અત્યાર સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

જો કે, બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જોર આપીને કહ્યું છે કે, આઈપીએલનું આયોજન ઘરેલુ મેદાન પર કરવાની તમામ સંભવ પ્રયત્નો કરવામાં આવશે. આઈપીએલ 2020નું આયોજન કોરોનાના કારણે દેશની બહાર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાની સમયસીમા 20 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગઈ છે. અને 4 ફેબ્રુઆીએ ટ્રેડિંગ વિન્ડો બંધ થઈ જશે. સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ જેવા મુખ્ય ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓને રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબે રિલીઝ કરી દીધા છે.