બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન શુક્રવારે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એરિયલ યોગા કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 13 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

આ વીડિયોમાં સારા કપડાની રસ્સીના સહારે ઝૂલતી જોવા મળી રહી છે. આ પોતાના ફિટ રાખવા માટે યોગ કરવાની એક રીત છે. સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કરતા લખ્યું, 'વીકેન્ડમાં ઝૂલતા.'



ઉલ્લેખનીય છે કે સારા આજકાલ માલદીવમાં માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ સાથે રજાઓ માણી રહી છે. તેણે ત્યાંથી જ પોતાના યોગના વીડિયો શેર કર્યો છે. આ પહેલા પણ તેણે પોતાના વેકેશનની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

સારા અલી ખાન વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર વનમાં જોવા મળી હતી. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ દર્શકોને ખાસ પસંદ નથી આવી.

સારા અલી ખાને 2018માં કેદારનાથ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં રણવીર સિંહની સાથે સિમ્બામાં પણ જોવા મળી હતી. હાલ સારા અતરંગી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.