નવી દિલ્હીઃ આઇપીએલ 2021 (IPL 2021)ની ત્રીજી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (Hyderabad vs Kolkata) વચ્ચે સાંજે 7.30 વાગે ચેન્નાઇના મેદાનમાં રમાશે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ફરી એકવાર બન્ને વિદેશી કેપ્ટનો મોર્ગન (Eion Morgan) અને વોર્નર (David Warner) આમને સામને જોવા મળશે. બન્નેની આ સિઝનની પહેલી મેચ છે, અને જીત સાથે બન્ને શરૂઆત કરવા ઇચ્છશે.
કોલકત્તા (kolkata knight riders) અને હૈદરાબાદ (sunrisers hyderabad) (Hyderabad vs Kolkata)ની વચ્ચે આઇપીએલમાં અત્યાર સુધી 19 મેચ રમાઇ છે, જેમાં હૈદરાબાદની ટીમે સાત મેચ જીતી છે, જ્યારે 12 મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે આ સિઝનમાં પણ હૈદરાબાદની ટીમ કેકેઆર કરતા મજબૂત દેખાઇ રહી છે.
હૈદરાબાદની ટીમમાં ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારની વાપસીથી તેનુ બૉલિંગ આક્રમણ વધુ મજબૂત થઇ ગયુ છે. વળી ટીમમાં પહેલાથી રાશિદ ખાન, જેસન હૉલ્ડર અને ટી નટરાજન જેવા શાનદાર બૉલરો છે. વળી કોલકત્તા નાઇટ રાઇડર્સની બેટિંગ અને બૉલિંગ વિભાગ ગઇ સિઝનમાં સંઘર્ષ કરતો દેખાયો હતો, અને તેના માટે હૈદરાબાદના ફાસ્ટ અને સ્પિન આક્રમણ સામે રમવુ પડકારરૂપ બની શકે છે.
પીચ રિપોર્ટ....
ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ડેયિમની ક્રિકેટ સામાન્ય રીતે સ્પીનર્સ માટે સારી છે. આ સિઝનની ઓપનિંગ મેચ આ મેદાનમાં રમાઇ હતી. વળી બેટિંગ કરનારી ટીમને અહીં મુશ્કેલની સામનો કરવો પડ્યો હતો. આ પીચ પર જેમ બૉલ જુનો થાય છે, તેમ તેમ બેટિંગ માટે મુશ્કેલીઓ ઉભી થાય છે. ભેજના કારણ જે ટીમ ટૉસ જીતશે તે ટીમ પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કરી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ડેવિડ વોર્નર (કેપ્ટન), જૉની બેયરર્સ્ટો (વિકેટકીપર), મનિષ પાંડે, કેન વિલિયમસન, કેદાર જાદવ, અબ્દુલ સમદ, અભિષેદ શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદિપ શર્મા, ટી નટરાજન.
કોલકત્તા નાઇટ રાઇડર્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
શુભમન ગીલ, સુનિલ નારેન, નીતિશ રાણા, ઇયૉન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાકિબ અલ હસન, આંદ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, શિવમ માવી, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણા.