નવી દિલ્હીઃ આઇપીએલ 2021 (IPL 2021) માં કાલે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે (Mumbai Indiaans) શાનદાર વાપસી કરતાં, કેકેઆરને (KKR) 10 રનોથી હરાવી દીધુ. મુંબઇ માટે સૂર્યકુમાર યાદવે (SuryaKumar Yadav) શાનદાર ફિફ્ટી (50 Run) લગાવી. વળી કેકેઆરના નીતિશ રાણાએ (Nitish Rana) 47 બૉલમાં સર્વાધિક 57 રનોની ઇનિંગ રમી. રાણાએ પહેલી મેચમાં પણ શાનદાર 80 રનોની ઇનિંગ રમી હતી. રાણાએ અત્યાર સુધી રમાયેલી આઇપીએલની બે મેચોમાં 137 રનો બનાવ્યા છે, અને ઓરેન્જ કેપની (IPL Orange Cap) રેસમાં સૌથી આગળ છે. 


ઓરેન્જ કેપની આ રેસમાં રાણાની પાછળ બીજા નંબર પર રાજસ્થાનના બેટ્સમેન સંજૂ સેમસન (Sanju Samsan) છે. તેને પહેલી મેચમાં 119 રનોની શાનદાર શતકીય ઇનિંગ રમી હતી. આ લિસ્ટમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) તરફથી કેએલ રાહુલ (KL Rahul) એક મેચમાં 91 રનો સાથે ત્રીજા નંબરે, મુબઇનો સૂર્ય કુમાર યાદવ (87 રને, બે મેચ) ચોથા અને દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવન એક મેચમાં 85 રન બનાવીને પાંચમા નંબર પર છે. 


પર્પલ કેપની રેસમાં કેકેઆરનો રસેલ છે સૌથી આગળ.... 
વળી જો પર્પલ કેપની વાત કરીએ તો આ રેસમાં કેકેઆરના આંદ્રે રસેલ બે મેચોમાં 6 વિકેટ લઇને સૌથી આગળ છે. રસેલે કાલે મુંબઇ વિરુદ્ધ શાનદાર બૉલિંગ કરતા પાંચ વિકેટો ઝડપી હતી. વળી મુંબઇ વિરુદ્ધ પહેલી મેચમાં પાંચ વિકેટ લેવા વાળા આરસીબીના હર્ષલ પટેલે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. આજે તેની પાસે આજે હૈદરાબાદ વિરુદ્ધ રમાનારી મેચમાં રસેલથી આગળ નીકળવાનો મોકો હશે. કાલની મેચમાં મુંબઇની જીતના હીરો રાહુલ ચહર બે મેચોમાં ચાર વિકેટો લઇને આ રેસમાં ત્રીજા નંબર પર છે. પેટ કમિન્સ (3 વિકેટ) અને ચેતન સાકરિયા (3 વિકેટ) આ લિસ્ટમાં ચોથા અને પાંચમા નંબર પર છે. 


મુંબઇ ઇન્ડિયન્સ બીજા નંબરે પહોંચ્યુ.....
વળી, કાલની મેચમાં કેકેઆર સામે મળેલી શાનદાર જીત બાદ મુબંઇ ઇન્ડિયન્સની ટીમને મોટો ફાયદો થયો છે. આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇની ટીમ બીજા નંબર પર પહોંચી ગઇ છે. તેના બે મેચોમાં બે પૉઇન્ટ છે. આ લિસ્ટમાં દિલ્હી કેપિટલ્સ એક મેચમાં બે પૉઇન્ટ અને સારી રનરેટના આધારે ટૉપ પર છે.