દેશમાં ઝડપથી વધી રહેલ કોરોનાના કેસને જોતા દેશનાં અનેક ભાગમાં આંશિક લોકડાઉન અથવા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કહ્યું છે કે, સરકારની વ્યાપક સ્તરે લોકડાઉન લગાવાવની કોઈ યોજના નથી એટલે કે વિતેલા વર્ષની જેમ આ વર્ષે સંપૂર્ણ દેશને લોક કરવામાં નહીં આવે.
નાણામંત્રી (Nirmala Sitharaman)એ કહ્યું કે, સરાકરની સમગ્ર દેશમાં લોકડાઉન (lockdown) લગાવવાની કોઈ યોજના નથી પરંતુ મહામારીને રોકવા માટે સ્થાનીક સ્તર પર નિયંત્રણ માટે કેટલાક ખાસ પગલા લેવામાં આવશે.
વિશ્વબેંક ગ્રુપના અધ્યક્ષ ડેવિડ માલપાસની સાથે ઓનલાઈન બેઠકમાં સીતારમણે ભારતના વિકાસ માટે અને વધારે લોન સુવિધાની શક્યતાઓ વધારવા માટે વિશ્વબેંકની પહેલના વખાણ કર્યા હતા.
નાણા મંત્રાલયે ટ્વિટર પર લખ્યું કે, “નાણામંત્રીએ કોરોના વાયરસ મહામારીને ફરીથી ફેલાતી રોકવા માટે પાંચ સત્રી રણનીતિ, ટેસ્ટ, ટ્રેકિંગ, સારવાર, રસીકરણ અને કોવિડ-19ને ફેલાતો રોકવા માટે યોગ્ય આચરણ સહિત ભારત તરફથી ઉઠાવવામાં આવેલ પગલાની વિગતો શેર કરી.”
તેમણે કહ્યું, “બીજી કત સંક્રમણ ઝડપથી ફેલાવા છતાં અમારું વલણ સ્પષ્ટ છે કે અમે વ્યાપક સ્તરે લોકડાઉન લગાવવા નથી જઈ રહ્યા. અમે પૂર્વ રીતે અર્થવ્યવસ્થાને અટકાવવા નથી માગતા. સ્થાનીક સ્તર પર કોવિડ દર્દી અથવા પરિવારજનોને અલગ રાખવાના ઉપાય કરવામાં આવશે. સ્થાનીક સ્તર પર નિયંત્રણ લાદીને સંકટનો સામનો કરવામાં આવશે. લોકડાઉન લાવવામાં નહીં આવે.”
નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronavirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases in India) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.84 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1027 લોકોના મોત થયા છે. જોકે 82,339 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 38 લાખ 73 હજાર 825
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 23 લાખ 36 હજાર 036
કુલ એક્ટિવ કેસ - 13 લાખ 65 હજાર 704
કુલ મોત - 1 લાખ 72 હજાર 085