નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ, આ મેચમાં રોહિત શર્માની ટીમે લોકેશ રાહુલની ટીમને હાર આપી આ સાથે જ પંજાબની મુશ્કેલીઓમાં વધારો થઇ ગયો છે. પરંતુ આ મેચમાં એક ઘટના એવી બની જેને બધાને દિલ જીતી લીધા. મુંબઇ ઇન્ડિયન્સના ગુજરાતી ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ શાનદાર સ્પોર્ટ્સમેન સ્પિરીટ બતાવ્યુ, જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
કેએલ રાહુલને રનઆઉટ કરવા છતાં પણ રોહિત-કૃણાલે એમ્પાયરને કહ્યું કે તે પોતાની અપીલ પાછી ખેંચી રહ્યાં છે. રાહુલને આઉટ ના આપવો જોઇએ. આ ઘટનાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ ચાલી રહ્યો છે.
આ ઘટના પંજાબમાં કેએલ રાહુલ અને ક્રિસ ગેલ બેટિંગ કરી રહ્યો હતો તે સમયે ઘટી. ક્રિસ ગેલ બેટિંગ સ્ટ્રાઇક પર હતો અને ગુજરાતી ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા બૉલિંગ કરી રહ્યો હતો, અને કેએલ રાહુલ નૉન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલો હતો. જ્યારે કૃણાલ પંડ્યાએ બૉલિંગ કરી તો ગેલના બેટ પર બૉલ વાગ્યા બાદ બૉલ સીધો કેએલ રાહુલને જઇને ટકરાયો, રાહુલનુ સંતુલન બગડી ગયુ અને તે બૉલને કૃણાલે સ્ટમ્પ પર મારી દીધો હતો. આ સમયે રાહુલ ક્રિઝની બહાર હતો, અને આઉટ પણ હતો, કૃણાલે પહેલા તો એમ્પાયર સામે આઉટ માટે અપીલ કરી પરંતુ અંતે આઉટની અપીલને પાછી ખેંચી લઇને સ્પોર્ટસમેન સ્પીરિટ ખેલદીલી બતાવી હતી.
નિયમ અંતર્ગત કેએલ રાહુલ રનઆઉટ થઇ ગયો હતો, પરંતુ કૃણાલ પંડ્યા તરત જ હરકતમાં આવ્યો અને તેને એમ્પાયરને કહ્યું કે તો પોતાની અપીલને પાછી લઇ રહ્યો છે. રોહિત શર્મા મિડવિકેટ પર ઉભેલો હતો. તે પણ ત્યાં પહોંચ્યો અને તેને પણ અપીલ પાછી ખેંચવા માટે કૃણાલનો સાથ આપ્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટો ગુમાવીને માત્ર 135 રન જ બનાવી શક્યુ હતુ. આ મેચને મુંબઇ ઇન્ડિયન્સ આસાનીથી જીતી લીધી હતી.