અબુધાબીઃ પાંચ વારની ચેમ્પિયન મુબંઇ ઇન્ડિયન્સે (MI) આઇપીએલ 2021 (IPL 2021)ની પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ ‘કરો યા મરો’ની મેચને હર હાલમાં જીતવી જરૂરી છે, પરંતુ આ મેચમાં માત્ર જીત જરૂરી નથી, જીતની સાથે મોટી જીત જરૂરી છે.
આઇપીએલમાં સૌથી સફળ ટીમ ગણાતી મુંબઇ ઇન્ડિયન્સ સામે પહાડ જેવો પડકાર છે. તેને પ્લેઓફમાં પહોંચવા માટે હૈદરાબાદ સામે 170 રનોથી મોટી જીત હાંસલ કરવી જરૂરી છે. રાજસ્થાન રૉયલ્સને 8 વિકેટથી હરાવ્યા બાદ મુંબઇ હવે 13 મેચોમાં 12 પૉઇન્ટ લઇને છઠ્ઠા નંબર પર છે. તેની નેટ રનરેટ -0.048 છે.
બીજીબાજુ કોલકત્તા નાઇટ રાઇડર્સની રનરેટ +0.587 છે, જે 14 મેચોમાં 14 પૉઇન્ટની સાથે ચોથા નંબર પર છે. આવામાં મુંબઇ જીતી જાય છે તો પણ તેના માટે ક્વૉલિફાઇ કરવુ મુશ્કેલ રહેશે. કેમ કે કેકેઆર અને તેની રનરેટમાં ખુબ મોટુ અંતર છે. હૈદરાબાદ પર મોટી જીત હાંસલ કરવા માટે મુંબઇને પહેલા બેટિંગ કરતા કમ સે કમ 250થી વધુનો સ્કૉર કરવો પડશે અને પછી બૉલિંગમાં પણ ચમત્કાર કરવો પડશે, એટલે કે હૈદરાબાદને સસ્તામાં સમેટી લેવુ પડશે.
રોહિત શર્માને સારી શરૂઆતને મોટા સ્કૉરમાં ફેરવવાની જરૂર છે, રોહિતે ( 363 રન) એકવાર ફરીથી મોરચાની આગેવાની કરવી પડશે. તેને સારી શરૂઆતને મોટો સ્કૉરમાં ફેરવવો પડશે. રાજસ્થાન વિરુદ્ધ આક્રમક ફિફ્ટી ફટકારીને ઇશાન કિશને આત્મવિશ્વાસ વધારી દીધો છે. મુંબઇ મધ્યક્રમ ખરાબ ફોર્મમાં છે. સૂર્યકુમાર યાદવ ( 235 રન), ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (117 રન ), કીરોન પોલાર્ડ ( 232 રન ) અને સૌરભ તિવારી ( 115 રન ) એ સારુ પ્રદર્શન કરવુ પડશે. મુબંઇ ઇન્ડિયન્સે પ્લેઓફમાં જગ્યા બનાવવા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ ‘કરો યા મરો’ની મેચને હર હાલમાં જીતવી જરૂરી છે, પરંતુ આ મેચમાં જીતની સાથે મોટી જીત જરૂરી છે.