નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ (DC vs CSK Qualifier)ની ટીમો આઇપીએલ 2021ની પહેલી ક્વૉલિફાયર મેચ રમવા આજે મેદાનમાં ઉતરશે. આ મેચ દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. દિલ્હીની ટીમે આ વખતે ટૉપ કરીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે, જ્યારે ચેન્નાઇની ટીમે બીજા નંબર પર રહીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ છે. છેલ્લી મેચમા ચેન્નાઇને દિલ્હીએ માત આપી હતી. બન્ને ટીમો 10મી ઓક્ટોબરે આમને સામને થશે, અને કેટલાક ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. 


મેચમાં કગીસો રબાડાની સામે ફાક ડૂ પ્લેસીસની જોરદાર ટક્કર જોવા મળી શકે છે. ડુપ્લેસીસે 14 મેચોમાં 546 રન બનાવ્યા છે, જ્યારે રાબડાએ ડુપ્લેસીસને પરેશાન કર્યો છે. બન્ને દક્ષિણ આફ્રિકન ખેલાડીઓછે. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડની  સામે આવેશ ખાનની પરીક્ષા થશે. આ વખતે બન્ને ખતરનાક ફોર્મમાં ચાલી રહ્યાં છે, ઋતુરાજ ગાયકવાડે આ વખતે 14 મેચોમાં 533 રન બનાવીને ધમાલ મચાવી દીધી છે, જેમાં એક સદી પણ સામેલ છે. જ્યારે બીજી બાજુ વાત કરીએ આવેશ ખાનની તો તેને પણ આ સિઝનમાં ધારદાર બૉલિંગ કરીને બધાને ચોંકાવી દીધા છે. આવેશ ખાને 14 મેચોમાં 22 વિકેટો ઝડપીને તરખાટ મચાવી દીધો છે. 


આ સિવાય શિખર ધવન અને દિપક ચાહર વચ્ચે  જંગ જામશે, કેમ કે ધવને હાલ ફોર્મમાં છે, અને તેને 14 મેચોમાં 544 રન બનાવ્યા છે, જેમાં ત્રણ ફિફ્ટી સામે લ છે. તે દિલ્હીમાંથી સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે. ચેન્નાઇ સુપર કિંગ્સ આ મેચમાં મોટી ઇનિંગ રમવાનુ વિચારશે. દિપક ચાહરે અત્યાર સુધી ધારદાર બૉલિંગ કરી છે. તાજેતરમાં જ તેને પોતાની ગર્લફ્રેન્ડને આઇપીએલની એક મેચ બાદ પ્રપૉઝ પણ કર્યુ હતુ.  દીપક ચાહરે આ સિઝનમાં 13 મેચોમાં 13 વિકેટો ઝડપી છે.