નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની ગઇકાલે બીજ ક્વૉલિફાયર મેચ રમાઇ, કોલક્તા અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચમાં છેલ્લી ઓવરમાં કોલકત્તાની ટીમે છગ્ગો ફટકારીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બન્ને ટીમો વચ્ચે ચાલી રહેલા આટલી મહત્વપૂર્ણ મેચમાં પણ ઋષભ પંત ટીળખવૃત્તિ કરતો અને મજાક મસ્તી કરતો કેમેરોમાં કેદ થઇ ગયો છે. સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પંત એમ્પાયર સાથે મસ્તી કરતો દેખાઇ રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચમાં પંત તોફાન-મસ્તી કરતો જોવા મળ્યો હતો. તે ગ્રાઉન્ડ પર બોલ બોક્સ લઈને ઊભેલા અમ્પાયર અનિલ ચૌધરી સાથે મજાક-મસ્તી કરતો દેખાયો હતો. જોકે પંતની મસ્તી પહેલા અનિલ સમજી ના શક્યા અને ડઘાઈ ગયા હતા, પરંતુ પાછળથી રિષભે મામલો થાળે પાડી દીધો હતો.
ઘટના એવી છે કે, અનિલ ચૌધરી બોલનું બોક્સ લઈને અશ્વિન સાથે ઊભા હતા. ત્યારે અશ્વિન વિવિધ બોલની ગ્રિપને ચકાસી રહ્યો હતો. આ દરમિયાન અમ્પાયર અનિલ ચૌધરીની પાછળથી ઋષભ પંત અચાનક આવી જાય છે અને અનિલ ભાઈને જાણે બોલાવી રહ્યો હોય તેમ ટચ કરીને બીજી બાજુ ખસી જાય છે. કેટલાક સમય સુધી તો અમ્પાયર અનિલ ચૌધરી પણ આમ-તેમ જોવા લાગ્યા હતા. તેમને પણ જાણ રહેતી નથી કે ગ્રાઉન્ડમાં તેમને કોણ ટચ કરીને જતું રહ્યું. અમ્પયાર અનિલ ચૌધરીને આવી રીતે અસમંજસમાં જોઈને પંતે તાત્કાલિક મામલો થાળે પાડી દીધો હતો. બાદમાં અમ્પયાર પંતની આ પ્રતિક્રિયા સામે નારાજગી વ્યક્ત નહોતી કરી અને હસવા લાગ્યા હતા.
KKR સામે હારતાં દિલ્હીના રીષભ પંત સહિતના ક્યા ક્યા ખેલાડી મેદાન પર જ રડી પડ્યા, ભેટીને એકબીજાને આપ્યું આશ્વાસન.....
ઇન્ડિયન પ્રીમિયર લીગની ગઇકાલે બીજી ક્વૉલિફાયર મેચ શારજહાં મેદાન પર કોલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી, ભારે રસાકસી બાદ આખરે દિલ્હીને એક બૉલ બાકી રહેતા હારનો સામનો કરવો પડ્યો હતો, કેકેઆરે શાનદાર બાદ પ્રદર્શનથી ફાઇનલમાં પ્રવેશ મેળવી દીધો, હવે આગામી 15 ઓક્ટોબરે ચેન્નાઇ અને કોલકત્તા વચ્ચે આઇપીએલ ફાઇનલ મેચ રમાશે.
કેપ્ટન પંત પણ મેચમાં મળેલી હારને સહન ના કરી શક્યો અને તેની આંખોમાંથી આસુ નીકળી ગયા હતા. લો સ્કોરિંગ મેચમાં હાર્યા પછી દિલ્હીના કેટલાય ખેલાડીઓ ભાવુક થયા અને કેટલાક રડી પડ્યો હતા, આવેશ ખાન પણ રડી પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સનો પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યરે કૉચ પોન્ટિંગને ભેટીને પડતો દેખાયો હતો. હાર બાદ ફાસ્ટ બૉલર આવેશ ખાન પણ ડગઆઉટમાં બેસીને રડતો દેખાયો હતો.