મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેગા હરાજી પહેલાં દરેક ટીમે પોતે રીટેન કરેલા ખેલાડીઓની યાદી જહેર કરી છે. આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આશ્ચર્યજનક રીતે સુરેશ રૈના, ફેફ ડુ પ્લેસીસ, સેમ કરન, ડેરેન બ્રાવો, હેઝલવૂડ, અંબાતી રાયડુ, સાન્ટનર, એનગીડી, દીપક ચાહર, તાહીર જેવા સ્ટાર મનાતા ખેલાડીઓને પડતા મૂક્યા છે. તેના બદલે તેમણે મોઈન અલી અને ઋતુરાજ ગાયકવાડને રીટન કર્યા છે.
ચેન્નાઈ સુપર કિગ્સે રવિન્દ્ર જાડેજાને ફર્સ્ટ પ્લેયર તરીકે રૂપિયા 16 કરોડમાં રિટેન કર્યો હતો. મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે પહેલેથી જોડાયેલો હોવાથી તેને ટીમ ફર્સ્ટ પ્લેયર તરીકે રૂપિયા 16 કરોડમાં રિટેન કરશે એવું મનાતું હતું પણ તેના બદલે જાડેજાને ફર્સ્ટ પ્લેયર તરીકે રૂપિયા 16 કરોડમાં રિટેન કરાયો છે.
ટીમે ધોનીને પણ રીટેન કર્યો છે પણ ધોની બીજા પ્લેયર તરીકે રૂપિયા 12 કરોડમાં રિટેન થયો હતો. મોઈન અલીને 8 કરોડ રૂપિયામાં અને ઋતુરાજ ગાયકવાડને પણ 6 કરોડ રૂપિયા આપીને રીટેન કરાયા છે.
ચેન્નાઈએ રૈનાની સાથે ડુ પ્લેસીસ, સેમ કરન, બ્રાવો, હેઝલવૂડ, રાયડુ, સાન્ટનર, એનગીડી, દીપક ચાહર અને તાહીરને પડતા મૂક્યા હતા. જે હવે અન્ય બે ટીમો સમક્ષ પસંદગી માટે મુકાશે અને જેમની પસંદગી નહી થાય તે હરાજીમાં જશે.
આઈપીએલમાં મંગળવારે સાંજે ખેલાડીઓ રીટેન કરવાની મુદત પૂરી થતાં હવે રિટેન થયેલા અને પડતા મૂકાયેલા ખેલાડીઓની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.
ઋતુરાજ ગાયકવાડ બન્યો ટૉપ બેટ્સમેનઋતુરાજ ગાયકવાડની વાત કરીએ ધોનીએ તેને શેન વૉટસનના સન્યાસ બાદ ઓપનરની જવાબદારી સોંપી હતી. આ યુવા બેટ્સમેને મોકો મળતાં જ ખતરનાક બેટિંગ કરવાનુ શરૂ કરી દીધુ અને ઓરેન્જ કેપ પોતાના નામ કરી લીધી હતી. ઋતુરાજે 16 મેચમાં 1 સદી અને 5 ફિફ્ટી સાથે 635 રન બનાવીને ધમાલ મચાવી દીધી હતી. ઋતુરાજ ભારતીય અનકેપ્ડ ક્રિકેટર છે.
મોઇન અલીએ આઇપીએલ 2021માં બતાવ્યો હતો દમઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ આઇપીએલની સિઝન 2021માં જબરદસ્ત ફોર્મ બતાવ્યુ, મોઇન અલીને ચેન્નાઇની ટીમે 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, અને તેને 15 મેચમાં 357 રન બનાવીને સીએસકેને મીડલ ઓર્ડરમાં મજબૂતાઇ પુરી પાડી હતી. જેમાં બે ફિફ્ટી પણ સામેલ છે.