નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી સિઝનની શરૂઆત ધમાકેદાર રીતે થઇ ચૂકી છે. દરેક ટીમો બે બે મેચ રમી ચૂકી છે. પૉઇન્ટ ટેબલમાં (IPL Point Table) આ વખતે મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે, વિરાટ કોહલીની (Virat Kohli) આગેવાની વાળી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની (RCB) ટીમ આ સિઝનમાં જીતની હેટ્રિક સાથે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. રવિવારે આઇપીએલમાં (IPL 2021) 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને (KKR) 38 રને માત આપીને આરસીબીએ જીત મેળવી. મેચમાં ગ્લેન મેક્સવેલ અને એબી ડી વિલિયર્સની બેટિંગનો માસ્ટરક્લાસ જોવા મળ્યો.


પ્રથમ બેટિંગ કરતા રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે 20 ઓવર રમીને 4 વિકેટના નુકશાન પહાડ જેવો ટાર્ગેટ ઉભી કરો દીધો. આ વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 166 રન બનાવી શકી. અને આરસીબી 38 રને મેચ જીતી ગઇ હતી. 


પરંતુ મેચમાં એકસમયે આંદ્રે રસેલ રમી રહ્યો હતો ત્યારે આરસીબીની ધબકારા વધી ગયા હતા, કેમકે 2019માં રસેલ બેંગલોર સામે છેલ્લી 3 ઓવરમાં 16થી વધુની રનરેટે ટાર્ગેટ ચેઝ કરીને તોફાન મચાવી ચૂક્યા હતો. બધાને લાગતું હતું કે 2 ઓવરમાં 44 રન જોઈએ છે, અને રસેલ આને આસાનીથી કરી શકે છે. પરંતુ કોહલીએ દાવ રમીને 19મી મહત્વની ઓવર ભારતીય યુવા બૉલર મોહમ્મદ સિરાજને આપી અને અહીંથી મેચ પલટાઇ ગઇ હતી. 


સિરાજે 19મી ઓવરમાં ક્લાસિક બૉલિંગ કરી, એક પછી એક ઓફ-સ્ટમ્પની બહાર વાઈડ યોર્કર્સ નાંખ્યા. સિરાજે આ ઓવરમાં 1, 2, 3, 4 ડોટ પર ડૉટ બૉલ ફેંક્યા, અને સાયલન્ટ કિલર બની ગયો. આ 19મી ઓવરમાં માત્ર 1 જ રન આવતા કોલકત્તા ફસાઇ ગઇ અને હારની નજીક પહોંચી ગઇ હતી. મેચમાં મોહમ્મદ સિરાજની આ ઓવરના કારણે આરસીબી જીતી શક્યુ હતુ. આ સાથે જ સોશ્યલ મીડિયા પર જેઠાલાલનુ એક ખાસ રોચક મીમ્સ વાયરસ થવા લાગ્યુ હતુ, જેમાં સિરાજને સાયલન્ટ કિલર ગણાવાયો હતો.