IPL-12 માટે આજે હરાજીઃ ધોનીની ટીમ માત્ર બે ખેલાડી ખરીદી શકશે, કઈ ટીમ પાસે 15 ખેલાડી ખરીદવાનો મોકો?
118 કેપ્ડ ખેલાડીઓને બે કરોડ, 1.5 કરોડ, એક કરોડ, 75 લાખ અને 50 લાખની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવ્યા છે. બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં નવ ખેલાડી છે. તે દરેક વિદેશી છે. રૂ. 1.5 કરોડની બેઝ પ્રાઈઝમાં 10 ખેલાડીઓ છે. અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 228 છે. તેમને ત્રણ રીતે- 40 લાખ, 30 લાખ અને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં રાખવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિંગ્સ ઈલેવન પંજાબ પાસે સૌથી વધુ 15 ખેલાડીઓ ખરીદવાની જગ્યા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે માત્ર 2 જખેલાડીઓ ખરીદવાની તક છે. ચેન્નાઈ પાસે બે ખેલાડીઓ ખરીદવા માટે 8.4 કરોડ રૂપિયા છે. જ્યારે કિંગ્સ ઈવેલન પંજાબે 36.20 કરોડ રૂપિયામાં 15 ખેલાડીઓ ખરીદવાના રહેશે. હરાજીમાં રાખવામાં આવેલા ખેલાડીઓને બે ગ્રૂપ કેપ્ડ અને અનકેપ્ડ ક્રિકેટર્સમાં વહેંચવામાં આવ્યા છે.
આઈપીએલના નિયમ મુજબ દરેક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 70 ખેલાડીઓને જ ખરીદી શકાશે અને વધુમાં વધુ 80 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. ઉપરાંત ટીમમાં વધુમાં વધુ 17 ભારતીય અને 8 વિદેશી ખેલાડી પસંદ કરી શકાય છે.
જયપુરઃ આીપીએલ 2019 માટે આજે જયપુરમાં ખેલાડીની હરાજી થવા જઈ રહી છે. બીસીસીઆઈએ 1003 ખેલાડીઓની અરજી બાદ હરાજી માટે 346 ખેલાડીઓની અંતિમ યાદી બનાવી છે જેમાં અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમાં 5 કેપ્ડ અને 3 અનકેપ્ડ ખેલાડી સામેલ છે. આજે બપોરે 2.30 કલાકે હરાજી શરૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -