IPL ઓક્શનઃ ગુજરાતી ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, આ સ્ટાર ક્રિકેટરને કોઈએ ન ખરીદ્યો
ચેતેશ્વર પૂજારાઃ સૌરાષ્ટ્રનો રન મશીન અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ગણાતા ચેતેશ્વર પૂજારાને આઈપીએલની હરાજીમાં કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો નથી. 50 લાખ રૂપિયાની બેસ પ્રાઇઝ ધરાવતાં પૂજારાને ટીમમાં સામેલ કરવા કોઈએ રસ દાખવ્યો નહોતો. 66 ટેસ્ટ રમી ચુકેલો પૂજારા માત્ર 5 જ વન ડે રમ્યો છે. જ્યારે 58 T20માં 105.2ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયદેવ ઉનડકટઃ જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 8.40 કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો છે. ભારતીય ટીમના ગુજરાતી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ગઇ સિઝનમાં સૌથી વધુ કિંમતે ખરીદાયો હતો. પરંતુ તે ક્ષમતા મુજબનો દેખાવ કરી શક્યો નહોતો. 1.5 કરોડની બેઝ પ્રાઇઝ ધરવતા ઉનડકટને ગત સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
શેલ્ડન જેક્સનઃ સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમનો વિકેટકિપર કમ બેટ્સમેન શેલ્ડન જેક્સનને પણ કોઈ ટીમે ખરીદ્યો નથી. 2015થી 2018 સુધી તે કોલકાતા નાઇટ રાઇડર્સનો સભ્ય હતો. જેક્સનની બેસ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં દેશ વિદેશના 60 ખેલાડીઓની હરાજી થઈ હતી. ઘણા ખેલાડીઓને તેમની બેસ પ્રાઇઝ કરતાં અનેક ગણી વધારે રકમ મળી હતી. તો અનેક સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા કોઈ ફ્રેન્ચાઇઝીએ રસ દાખવ્યો નહોતો. ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં સૌથી મોંઘા ખેલાડીમાં ગુજરાતી ક્રિકેટરોને પણ સ્થાન મળ્યું છે.
અક્ષર પટેલઃ આઈપીએલ ઓક્શનમાં ગુજરાતી ખેલાડીને પણ જેકપોટ લાગ્યો છે. આણંદના રહેવાસી અને ટીમ ઈન્ડિયાના ખેલાડી અક્ષર પટેલને દિલ્હી કેપિટલે 5 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે. ઓલરાઉન્ડર ક્ષમતા ધરાવતો હોવાના કારણે દિલ્હીની ટીમે તેને આટલી ઊંચી કિંમતે ખરીદ્યો છે. અક્ષર પટેલ આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઈઝી તરફથી રમી ચુક્યો છે. અક્ષર મુંબઈ ઈન્ડિન્સ, કિંગ્સ ઈલેવન પંજાબમાં પોતાનો જલવો દેખાડી ચુક્યો છે, હવે તે નવી સીઝનમાં નવી ટીમ તરફથી પોતાની કૌશલ્ય બતાવશે. તાજેતરમાં જ તે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્લબ ડરહામ તરફથી રમતો જોવા મળ્યો હતો. જેમાં તેણે ઘણું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અગ્નિવેશ અયાચીઃ કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શેખર અયાચીના પુત્ર અગ્નિવેશને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 20 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે. કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત આઇપીએલ ટુર્નામેન્ટમાં કચ્છી ખેલાડીને સ્થાન મળ્યું હોવાના સમાચાર મળતાં જ ક્રિકેટના વર્તુળોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -