આવતી કાલે માટે IPL માટે હરાજી, જાણો ક્યા 5 ખેલાડી માટે લાગશે કરોડોની બોલી? જાણો વિગત
શિમરોન હેટમેયર- હેટમેયર કૈરબિયાઈ પ્રીમિયર લીગની ગઈ સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓમાં ત્રીજા ક્રમ હતા. તેણે ટૂર્નામેન્ટમાં 440 રન બનાવ્યા હતા. ઉપરાંત તેણે ભારત ભારત સામે પણ શાનદાર બેટિંગ કરી હતી. પાંચ વન-ડે સીરિઝની પહેલી મેચમાં 109 અને બીજી મેચમાં 94 રન બનાવ્યા હતા. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશાન પોરેલ- આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમમાં ભારતીય ખેલાડી ગઈ હરાજીમાં ઈજાગ્રસ્ત હોવાથી હાજર રહી શક્યો નહતો. તેણે ટૂર્નામેન્ટમાં 13.16ની એવરેજથી વિકેટ લીધી છે. પાકિસ્તાન વિરુદ્ધ સેમીફાઈનલમાં ચાર વિકેટ લીધી હતી. ઉપરાંત વિજય હજારે ટ્રોફીમાં બંગાળ માટે 20.80ની એવરેજથી 10 વિકેટ લીધી હતી. રણજી ટ્રોફીમાં પણ તેના નામે 13 વિકેટ છે. તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા છે.
હાર્ડુસ વિલજોએન- દક્ષિણ આફ્રિકાના વિલજોએને યુએઈમાં ટી-20 લીગમાં બોલિંગમાં ખૂબ સારુ પ્રદર્શન કર્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 18 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 7.7 રહ્યો છે. તેની બેઝ પ્રાઈઝ 75 લાખ રૂપિયા છે.
ખેરી પિઅરે- વેસ્ટ ઈન્ડિઝ ટી-20 ખેલાડીઓનો ગઢ માનવામાં આવે છે. ખેરી પીઅરે ડાબા હાથે બોલિંગ કરે છે, તેણે સીપીએલમાં 5.65ની એવરેજથી રન આપ્યા છે. ટી-20 ક્રિકેટમાં તેનો સ્ટ્રાઈક રેટ 136ની છે. તેની પણ પેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે.
હનુમા વિહારી- ભારતીય ટેસ્ટ ટીમના સભ્ય હનુમા વિહારીએ 2017-18ની રણજી સિઝનમાં 94ની એવરેજથી 752 રન બનાવ્યા છે. બાદમાં ઈરાની ટ્રોફીમાં તેણે વિદર્ભ વિરુદ્ધ 183 રન બનાવ્યા હતા. દેવધર ટ્રોફીમાં ઈન્ડિયા બી માટે ત્રણ મેચમાં એવરેજ 171 રન બનાવ્યા હતા. તે ડાબા હાથથી ઓફ સ્પીનર પણ કરે છે. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે.
જયપુરઃ આઈપીએલની 12મી સીઝન માટે આવતીકાલે એટલે કે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી થવાની છે. આ હરાજીમાં 346 ખેલાડીઓ સામેલ થશે જેમાં ઘણાં નવા ખેલાડી છે જેના પર દરેક ફ્રેન્ચાઈઝની નજર રહેશે. જેમાં તેમાં વેસ્ટઈન્ડિઝના શિમરોન હેટમેયર, ભારતના હનુમા વિહારી અને ઈશાન પોરેલ મુખ્ય છે. આ દરેકમાં હેટમેયર પર સૌથી વધારે રકમની બોલી બોલાવાની શક્યતા છે. તેણે ભારત વિરુદ્ધ વન-ડે સીરિઝ દરમિયાન એક સદી અને એક અડધી સદી લગાવી હતી. આગળ વાંચો ક્યા ખેલાડી પર રહેશે ફ્રેન્ચાઈઝીની નજર...
- - - - - - - - - Advertisement - - - - - - - - -