એક વર્ષ સુધી સ્માર્ટફોનન નહીં વાપરો તો આ કંપની આપશે 71 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી
કોલકાતાઃ સ્માર્ટફોનની આદથી લોકોનું જીવન બર્બાદ થઈ હ્યું છે, તેમ છતાં લોકો વિચાર્યા વગર ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકો રાખ રૂપિયા આપવા પર પણ ફોન નથી છોડી શકતા. હવે એક કંપનીએ જાહેરાત કરી છે કે એક વર્ષ સુધી મોબાઈલનો ઉપયોગ ન કરનારને 71 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ કંપનીની માલિકી કોકા કોલાની છે. વિટામિન વોટર નામની આ કંપનીને સ્માર્ટફોન સાથે કોઈ લેવા દેવા નથી. કંપનીએ પોતાના માર્કેટિંગ અભિયાન અંતર્ગત સ્માર્ટફોન ઉપોયગ કરનારને આ ટાર્ગેટ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ કહ્યું છે કે એક વર્ષ માટે જે વ્યક્તિ સ્માર્ટફોન સંપૂર્ણ રીતે છોડી દેશે તો તેને 71 લાખ રૂપિયા આપશે. આ પાછળ મુખ્ય વાત એ જાણવી છે કે શું કોઈ ફોન વગર રહી શકે છે કે નહીં. કંપની આ વાત જાણવા માટે તમારા પર લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરશે અને તપાસ કરશે કે તમે ફોનનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તમે ફોનનો ઉપયોગ કરતા પકડાઈ જશો તો તમને આ સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે. આમાં કોઈ કાયદાકીય પ્રક્રીયાનો ઉપયોગ કરાશે નહીં, જેથી તમારે પરેશાન થવાની જરુર નથી.
આ સ્પર્ધામાં ભાગ લેવા તમે ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ દ્વારા ભાગ લઈ શકો છો. આ માટે તમારે #nophoneforayear અને #contest લખીને પોતાની પોસ્ટ કરવી પડશે. વિટામિન વોટરને તમારા સ્પર્ધામાં ભાગ લેવા વિશે જાણ થઈ જશે. આ સાથે તમારે એ પણ બતાવવું પડશે કે તમે ફોનને કેમ છોડી રહ્યા છો અને પોતાના ફ્રી ટાઇમનો ઉપયોગ કેવી રીતે કરશો.
જો તમે ભાગ લેવા માંગો છો તો તમારે 8 જાન્યુઆરી 2019 પહેલા અરજી કરવી પડશે. વિટામિન વોટર 22 જાન્યુઆરી 2019 સુધી એન્ટ્રીને ફાઇનલ કરશે. જે પણ લોકોની તેમા પસંદગી થશે તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવશે. આ સાથે તમારે એક કોન્ટ્રાક્ટ પણ સાઇન કરવો પડશે કે તમે એક વર્ષ સુધી ફોનનો ઉપયોગ કરશો નહીં. જોકે ડેસ્કટોપ અને લેપટોપનો ઉપયોગ કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ ફક્ત 6 મહિના પણ ફોન વગર રહે તો પણ તેને 71 લાખ રૂપિયા મળી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -