નવી દિલ્હીઃ વર્ષ 2020માં રમાનાર આઈપીએલમાં ઓસ્ટ્રેલિયાની વનડે ટીમના કેપ્ટન એરોન ફિંચ રોયલ ચેલેન્જર્સ બેંકર માટે રમતા જોવા મળશે. ગુરુવારે થયેલ હરાજીમાં આરસીબીએ તેને 4.4 કરોડમાં ખરીદ્યો છે. તેની સાથે જ ફિંચ આઈપીએલના ઈતિહાસમાં 8 અલગ-અલગ ફ્રેન્ચાઈઝી માટે રમનાર આ પ્રથમ ખેલાડી બની ગયો છે.


ઓસ્ટ્રેલિયાની ઓપનર ફિંચે પોતાની આઈપીએલની કારકિર્દી 2010માં રાજસ્થાન રોયલ્સ સાથે રમતા શરૂ કરી હતી. ત્યાર બાદ આગમી બે સીઝનમાં તે દિલ્હી ડેયડેવિલ્સની ટીમમાં રમ્યા. ત્યાર બાદ તેણો ઓક્સનમાં પુણે વોરિયર્સની ટીમે ખરીદ્યા. જ્યારે આઈપીએલ 2014માં તે સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને 2015માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી મેદાનમાં ઉતર્યા.

ત્યાર બાદ આગામી વર્ષ 2016માં એરોન ફિંચ ગુજરાત લાયન્સની ટીમમાં રમ્યા. આઈપીએલમાંથી ગુજરાત બહાર થયા બાદ તે લીગની આગામી સીઝનમાં કોઈપણ ટીમ માટે ન રમ્યા. વર્ષ 2018માં ઓક્શનમાં કિંગ્સ ઈલેવન પંજાબે તેને ખરીદ્યા.

ફિંચ ઉપરાંત કોઈપણ એવો ખેલાડી નથી જે 6થી વધારે આઈપીએલ ટીમમાં ભાગ બન્યો હોય. યુવરાજ સિંહ અને પાર્થિવ પટેલ આઈપીએલની 6 ટીમમાં રમી ચૂક્યા છે.

જ્યારે ફિંચના આવવાથી આરસીબીની બેટિંગ લાઈન અપ વધારે મજબૂત થઈ ગઈ છે. આ ટીમની પાસે પહેલેથી જ વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ જેવા વિસ્ફોટક બેટ્સમેન છે.