IPL Auction 2021: આઈપીએલ 2021ની હરાજી પૂરી, જાણો ક્યાં ખેલાડીઓને કઈ ટીમે ખરીદ્યા

IPL Player Auction 2021: ભાવનગરના યુવા ક્રિકેટર ચેતન સાકરિયાને આરસીબીએ 1.2 કરોડમાં ખરીદ્યો છે. ચેતન સાકરીયા સૌરાષ્ટ્રના સૌથી ફાસ્ટ બોલર તરીકે ખ્યાતિ મેળવવાથી રાજસ્થાન રોયલ્સની ટીમે તેને 1.2 કરોડમાં ખરીદ્યો છે.

abpasmita.in Last Updated: 18 Feb 2021 09:57 PM
ચેન્નઈ સુપર કિંગ્સે એમ હરિશંકર રેડ્ડીને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
ન્યૂઝિલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર કોરી એન્ડરસન અને દક્ષિણ આફ્રીકાના બેટ્સમેન્ રાસી વાન ડર ડુસને બીજા રાઉન્ડની હરાજીમાં અનસોલ્ડ રહ્યો.

આઈપીએલ 2021ની હરાજી પૂરી થઈ છે. આ સીઝનમાં હરાજીમાં ફાસ્ટ બોલરોની બોલબાલા રહી. રાજસ્થાન રોયલ્સે દક્ષિણ આફ્રીકાના ક્રિસ મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલર કાઈલ જૈમીસનને 15 કરોડમાં ખરીદ્યો. આરસીબીએ ગ્લેન મેક્સવેલને 14.25 કરોડમાં ખરીદ્યો. આઠ ટીમોએ મળીને કુલ 57 ખેલાડીઓને ખરીદ્યા.
સચિનના પુત્ર અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે તેની બેસ પ્રાઈસ 20 લાખમાં ખરીદ્યો.
ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર બેન કટિંગને કોલકાતા નાઈટ રાઈડર્સે 75 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
ન્યૂઝિલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર કોરી એન્ડરસન અને દક્ષિણ આફ્રીકાના બેટ્સમેન્ રાસી વાન ડર ડુસને બીજા રાઉન્ડની હરાજીમાં અનસોલ્ડ રહ્યો.

ભારતના અનુભવી ઓલરાઉન્ડર હરભજન સિંહને કોલકાતા નાઈટ રાઈડર્સ તેની બેસ પ્રાઈઝ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો.
કેદાર જાધવને બીજા રાઉન્ડની હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ગત સિઝનમાં તે ચેન્નઈ ટીમનો ભાગ હતો.
ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન સેમ બિલિંગ્સ દિલ્હી કેપિટલ્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યા. અફઘાનિસ્તાના મુજીબ ઉર રહમાનને સનરાઈઝર્સે 1.50 કરોડમાં ખરીદ્યો.
કરૂણ નાયરને બીજા રાઉન્ડમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો.
અનકેપ્ડ ભારતીય ખેલાડી સૌરભ કુમારને પંજાબ કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
દક્ષિણ આફ્રીકાના અનકેપ્ડ ખેલાડી માર્કો જેસનને મુંબઈએ તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
અનકેપ્ડ ભારતીય ઓલરાઉન્ડર યુધવીર ચરકો મુંબઈએ તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે અનકેપ્ડ ઓલરાઉન્ડર ભગત વર્માને ચેન્નઈ સુપર કિંગ્સે 20 લાખમાં ખરીદ્યો છે.
અનકેપ્ડ ખેલાડી કુલદીપ યાદવને રાજસ્થાન રોયલ્સે તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
ન્યૂઝિલેન્ડના ઓલરાઉન્ડર જેમ્સ નીશમને મુંબઈ ઈન્ડિયન્સે તેની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
ચેન્નઈ સુપર કિંગ્સે એમ હરિશંકર રેડ્ડીને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
આરસીબીના સુયષ પ્રભુદેસાઈએ તેના બેસ પ્રાઈસ 20 લાખ અને કેએસ ભારતને તની બેસ પ્રાઈસ 20 લાખમાં ખરીદ્યો છે.
રાજસ્થાન રોયલ્સએ ઈંગ્લેન્ડ વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોનને તેના બેસ પ્રાઈઝ 75 લાખમાં ખરીદ્યો છે.


બીજા રાઉન્ડની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ડેનિયલ ક્રિસ્ટિયનને ખરીદવા કોલકાતા અને બેંગલોર વચ્ચે જોરદાર બોલી થઈ હતી. 75 લાખની બેસ પ્રાઈઝના આ ખેલાડીને અંતમાં 4.80 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો.
બીજા રાઉન્ડની હરાજીમાં પંજાબ કિંગ્સના અનકેપ્ડ ખેલાડી જલજ સક્સેનાને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
બીજા રાઉન્ડની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે અનકેપ્ડ ખેલાડી વૈભવ અરોરાને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.

બીજા રાઉન્ડની હરાજીમાં પંજાબ કિંગ્સે વેસ્ટઈન્ડિઝના સ્પિન ઓલરાઉન્ડર ફેબિયન એલનને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
બીજા રાઉન્ડની હરાજીમાં પંજાબ કિંગ્સે અનકેપ્ડ ખેલાડી ઉતકર્ષ સિંહને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
ભારતના અનુભવી ઓલરાઉન્ડર હરભજન સિંહને કોલકાતા નાઈટ રાઈડર્સે તેની બેસ પ્રાઈઝ બે કરોડમાં ખરીદ્યો છે. જ્યારે અનકેપ્ડ ખેલાડી સી હરિ નિશાંતને ચેન્નઈ સુપર કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
ટોમ કરન જેની બેસ પ્રાઈઝ 1.50 કરોડ હતી તેને દિલ્હી કેપિટલ્સે 5 કરોડ 25 લાખમાં ખરીદ્યો છે.
ભારતીય ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ચેન્નઈ સુપર કિંગ્સે તેની બેસ પ્રાઈઝ 50 લાખમાં ખરીદ્યો છે. ન્યૂઝિલેન્ડનો સ્ટાર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ અનસોલ્ડ રહ્યો છે.
દક્ષિણ આફ્રીકાના ટોપ ઓર્ડર બેટ્સમેન રાસી વાન ડર ડુસેન અને વેસ્ડઈન્ડિઝના ડૈરેન બ્રાવો પણ અનસોલ્ડ રહ્યા.
ન્યૂઝિલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર કોરી એન્ડરસનને પણ કોઈ ખરીદદાર નથી મળ્યા. તેનો બેસ પ્રાઈઝ 75 લાખ રૂપિયા હતો. તેની સાથે યુવા બેટ્સમેન ડ્વેન કોન્વે પણ અનસોલ્ડ રહ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન રોવમૈન પોવેલ અને ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન શોન માર્શને કોઈ ખરીદદાર નથી મળ્યા.

સ્પિન ઓલરાઉન્ડર જગદીશા સુચિતને 30 લાખ રૂપિયામાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી.કેસી કરિયપ્પાને રાજ્સ્થાન રોયલ્સે તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
લુકમાન હુસૈન મેરીવાલાને દિલ્હી કેપિટલ્સે તેના બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
અનકેપ્ડ ખેલાડી ચેતન સકરિયાને રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી.
અનકેપ્ડ કેલાડી એમ સિદ્ધાર્થને દિલ્હી કેપિટલ્સે બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
ઓસ્ટ્રેલિયાના અનકેપ્ડ ફાસ્ટ બોલર Riley Meredith ને પંજાબ કિંગ્સે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઈઝ 40 લાખ હતી.
શેલ્ડન જેક્સન તેના બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો છે.
લુકમાન હુસૈન મેરીવાલાને દિલ્હી કેપિટલ્સે તેના બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.

ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટક માટે રમતા સ્પિન ઓલરાઉન્ડર ગૌતમ આપીએલના ઈતિહાસમાં સૌથી વધુ કિંમતમાં વેચાનાર અનકેપ્ડ ખેલાડી બન્યો છે. તેને ચેન્નઈ સુપર સિંગ્સે 9.25 કરોડમાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી.
ઘરેલું ક્રિકેટમાં તમિલનાડુ માટે રમતા વિસ્ફોટક બેટ્સમેન શાહરૂખ ખાનને પંજાબે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી. હાલમાં જ શાહરૂખે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેટલીક શાનદાર ઈનિંગ રમી હતી.

અનકેપ્ડ ખેલાડી રિપલ પટેલને દિલ્હી કેપિટલ્સે તેના બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
અનકેપ્ડ ખેલાડી રજત પાટીદારને આરસીબીએ તેના બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
યુવા ભારતીય ખેલાડી સચિન બેબીને રોયલ ચેલેન્જર્સ બેંગલોકે તેના બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
ભારતના અનુભવી લેગ સ્પિનર પીયુષ ચાવલાને મુંબઈ ઈન્ડિયન્સે 2.40 કરોડમાં ખરીદ્યો છે. ચાવલા ગત સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો.

ભારતના અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહને હુજ સુધી કોઈ ખરીદદાર નથી મળ્યા. તેમનો બેસ પ્રાઈઝ બે કરોડ રૂપિયા છે. જ્યારે ન્યૂઝિલેન્ડનો સ્પિનર ઈશ સોઢી પણ સોલ્ડ નથી થયો.
ભારતના ફાસ્ટ બોલર ઉમેશ યાદવને દિલ્હી કેપિટલ્સે તેના બેસ પ્રાઈઝ એક કરોડમાં ખરીદ્યો. જ્યારે વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કૉટરેલને હજુ સુધી કોઈ ખરીદદાર નથી મળ્યા.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઈલને મુંબઈ ઈન્ડિયન્સે પાંચ કરોડમાં ખરીદ્યો છે. કુલ્ટર નાઈલ આઈપીએલ 2020માં મુંબઈનો ભાગ હતો.
પંજાબે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રિચર્ડસનને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 24 વર્ષનો આ ફાસ્ટ બોલર અત્યાર સુધી આઈપીએલનો ભાગ નહોતો. રિચર્ડસનની બેસ પ્રાઈઝ 50 લાખ હતી.
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો છે. મુસ્તફિઝુર પહેલા પણ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈનો ભાગ રહી ચૂક્યો છે.

ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલ્નેને મુંબઈ ઈન્ડિયન્સે 3.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો. મિલ્નેનો બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે.
ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન સેમ બિલિંગ્સને હાલ કોઈ ખરીદદાર નથી મળ્યા. તેનો બેસ પ્રાઈઝ બે કરોડ હતો. હજુ આ ખેલાડીઓ પાસે એક તક છે.
ન્યૂઝિલેન્ડના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ગ્લેન ફિલિપને કોઈ ખરીદનાર નથી મળ્યા. તેનો બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીને પણ કોઈ ખરીદનાર નથી મળ્યું. કેરીની બેસ પ્રાઈઝ 1.50 કરોડ રૂપિયા હતી.

IPL Auction: દિલ્હી કેપિટલ્સના સહાયક કોટ મોહમ્મદ કૈફે હરાજી દરમિયાન કહ્યું, અમે સ્ટીવ સ્મિથને ખરીદી ખૂબ જ ખુશ છીએ. અમે તેને ફોર્મ નહી પરંતુ તેના અનુભવના આધાર પર ખરીદ્યો છે. રિકી પોન્ટિંગ પણ ખૂબ જ ખુશ છે. તેમણે ફોન કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે.
IPL Auction 2021: ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડર બેટ્સમેન ડેવિડ મલાનને પંજાબે 1.50 કરોડમાં ખરીદ્યો. મલાન હાલના સમયમાં ટી20 ઈન્ટરનેશનલમાં દુનિયાનો નંબર વન ખેલાડી છે.

સાઉથ આફ્રીકાનો ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ કિંમતમાં સોલ્ડ થનાર ખેલાડી બની ગયો છે. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં યુવરાજ સિંહ (16 કરોડ) રૂપિયામાં સોલ્ડ થયો હતો.

કરૂણ નાયર, કેદાર જાધવ, જેસન રોય અને અલેક્સ હેલ્સ જેવા મોટા ખેલાડીઓને કોઈ ખરીદદાર નથી મળ્યા. પરંતુ તે બીજા સેટમાં સોલ્ડ થઈ શકે છે.

ભારતના યુવા ખેલાડી શિવમ દુબેને રાજસ્થાન રોયલ્સે 4.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો. શિવમ આઈપીએલ 2020માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો ભાગ હતો. શિવમ ભારત માટે એક વનડે અને 12 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.

ઈંગ્લેન્ડનો સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીને ચેન્નઈ સુપર કિંગ્સે સાત કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મોઈન આઈપીએલ 2020માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો ભાગ હતો, પરંતુ હવે તે એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં રમતો જોવા મળશે.
બાંગ્લાદેશના સ્પિન ઓલરાઉન્ડર શાકિલ અલ હસને કોલકાતા નાઈટ રાઈડર્સે 3.20 કરોડમાં ખરીદ્યો છે. શાકિલ ગત સિઝનમાં આ લીગનો હિસ્સો નહોતો. શાકિબની બેસ પ્રાઈઝ બે કરોડ રૂપિયા હતી.
IPL Auction 2021 News: સિમિત ઓવરમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ પણ આ સ્લોટ્સમાં ન વેચાયો. ગત સિઝનમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો હિસ્સો હતો.

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને 14.25 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદ્યો છે. મેક્સવેલને ખરીદવા માટે ચેન્નઈ સુપર કિંગ્સે ખૂબ કોશિશ કરી, પરંતુ પર્સમાં પૈસા ઓછા હોવાના કારણે તે આ ખેલાડીને ન લઈ શક્યા.
IPL Auction 2021: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith Sold for 2.2 Crore) ને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો. સ્મિથ પહેલા રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો.

બ્રેકગ્રાઉન્ડ

IPL Player Auction 2021: સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરીસને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. રાજસ્થાને મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.