IPLની બ્રાંડ વેલ્યુમાં જબરદસ્ત ઉછાળો, છેલ્લા 11 વર્ષમાં આટલો વધ્યો બિઝનેસ
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની લોકપ્રિયતા કેટલી વધી તેનો અંદાજ તેની બ્રાન્ડ વેલ્યૂથી લગાવી શકાય છે. વર્ષ 2009થી શરૂ થયેલ આઈપીએલની વિતેલા 11 વર્ષમાં બ્રાન્ડ વેલ્યૂ બુલેટ ટ્રેનની ગતિએ વધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લોબલ વેલ્યુએશન અને કોર્પોરેટ ફાઈનાન્સ એડવાઈઝર્સ ડફ એન્ડ ફેલપ્સ તરફથી બુધવારે જાહેર રિપોર્ટ અનુસાર, આઈપીએલની વેલ્યુ 18.9 ટકા વધીને 6.3 અબજ ડોલર થઈ ગઈ છે. અહેવાલ અનુસાર નીતા અંબાણીની માલિકી ધરાવતી મુંબઈ ઈન્ડીયન્સ 113.0 મિલિયન ડોલરની બ્રાંડ વેલ્યુ સાથે સળંગ ત્રીજી સિઝનમાં ટોપ પર છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ 104 મિલિયન ડોલર વેલ્યુ સાથે બીજા નંબર પર છે.
સીએસકે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંનેની બ્રાંડ વેલ્યુ 98.0 મિલિયન ડોલર છે. ત્યારબાદ લિસ્ટમાં સનરાઈજર્સ હૈદરાબાદ, દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ છે. ડફ એન્ડ ફ્લેપ્સના પ્રબંધ નિર્દેશક સંતોષ એનએ કહ્યું કે, અમારી આઈપીએલની બ્રાંડ વેલ્યુ રિપોર્ટ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વમાં રમતની લોકપ્રિયતા દર્શાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -