નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં મુંબઈ ઇન્ડિયનની ટીમના સ્ટેન્ડબાય ખેલાડી પ્રશાંત તિવારી પર હોળીની સાંજે 4 કલાકે જીવલેણ હુમલો થયો હતો. આરોપ છે કે હુમલાખરોએ તેના ઘરમાં ઘુસીને તેના ભાઈની સાથે પણ મારપીટ કરી. એટલું જ નહીં હુમલાખોરોએ પ્રશાંતના બન્ને હાથની નસ કાચથી કાપી અને કહ્યું- હવે તું ક્રિકેટ રમીને બતાવ. જાણકારી મળવા પર પોલીસો પ્રશાંતને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.




આ મામલામાં આરોપ પડોશમાં જ રહેતા બે ભાઈ સંદીપ અને મંદીપ પર છે. જેમની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસના સૂત્રો મુજબ પ્રશાંત પોતાના ભાઈ પ્રભાત સાથે ઘરમાં મોટા અવાજથી વાતો કરી રહ્યા હતા. આ વાતને લઈને જ સંદીપ અને મંદીપ સાથે બોલાચાલી શરૂ થઈ ગઈ અને જોત જોતામાં મારપીટ શરૂ થઈ ગઈ.



પ્રશાંતનું હાલમાં સ્ટેન્ડબાય પ્લેયરના રૂપમાં ટીમમાં સિલેક્શન થયું હતું, હોળી બાદ તેને IPL મેચો માટે મુંબઈ જવાનું હતું. જણાવી દઈએ કે આઈપીએલ 2019ની શનિવારથી જ શરૂઆત થઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 51 દિવસો સુધી ચાલશે.