નવી દિલ્હીઃ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિના જાહેરાત કરનારા ભારતના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે ઓલટાઇમ આઈપીએલ ટીમ પસંદ કરી છે. જાફરે તેની ઓલટાઇમ ઇવેલનના કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને પસંદ કર્યો છે. જાફરે ટ્વિટર પર ઓલટાઇમ ઇલેવનની જાહેરાત કરી હતી.
જાફરે તેની ઓલટાઈમ આઈપીએલ ઇલેવનમાં વિદેશી ખેલાડીને પણ પંસદ કર્યા છે. જાફરે ટ્વિટ કરીને લખ્યું, મારી ટીમમાં ક્રિસ ગેલ, આંદ્રે રસેલ, રાશિદ ખાન, લસિથ મલિંગા વિદેશી ખેલાડી હશે. રોહિત શર્મા ટોપ ઓર્ડરમાં ગેલ સાથે ઓપનિંગ કરશે. જે બાદ ત્રીજા નંબર પર રૈના આવશે.
વસીમ જાફરે ચોથા નંબર પર વિરાટ કોહલીને સ્થાન આપ્યું છે. તે પછી મહેન્દ્ર સિંહ ધોની અને આંદ્રે રસેલને મોકો મળ્યો છે. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનનો સમાવેશ કર્યો છે. જ્યારે બોલિંગ આક્રમણ રવિચંદ્રન અશ્વિન, લસિથ મલિંગા અને જસપ્રીત બુમરાહને સોંપ્યું છે. રવિન્દ્ર જાડેજાનો 12મા ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
જાફરની ઓલટાઈમ આઈપીએલ ટીમઃ ક્રિસ ગેલ, રોહિત શર્મા, સુરેશ રૈના, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, આંદ્રે રસેલ, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા, રવિન્દ્ર જાડેજા (12મો ખેલાડી)
કોરોના વાયરસના કારણે 29 માર્ચથી શરૂ થનારી આઈપીએલ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી રહી છે. પરંતુ હાલ જે રીતે દેશમાં કોરોના વકરી રહ્યો છે તે જોતાં આઈપીએલ 2020 રદ્દ કરવામાં આવી શકે છે.