ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે ટ્વિટ કરતા લખ્યું, 'ખુદ પાર્લામેન્ટ મેં બૈઠકર પોર્ન દેખતે હૈં, હમ કો રામાયણ દેખને કો કહતે હૈં' ટીવી અભિનેત્રીએ ટ્વીટ કરતાંની સાથે જ તેને ટ્રોલ કરવામાં આવી હતી અને ઘણા ટ્રોલર્સ દ્વારા રામાયણની અશ્લીલ ફિલ્મ સાથે તુલના કરવા બદલ તેને દિલ્હી પોલીસને ધરપકડ કરવા જણાવ્યું હતું. કવિતા કૌશિક તેની ટીવી સીરિયલ ‘ચંદ્રમુખી ચૌટાલા’ માટે જાણીતી છે.
‘રામાયણ’ દૂરદર્શનની સુપરહિટ સીરિયલ હતી. જેને પ્રસારિત કરીએ 33 વર્ષ થઇ ચુક્યા છે. રામાનંદ સાગરની આ સિરિયલ જાન્યુઆરી 1987 થી જુલાઈ 1988 ની વચ્ચે પ્રસારિત થઈ હતી.
સવારે 9 અને રાત્રીના 9 વાગ્યે દૂરદર્શન પર રામાયણ પ્રસારિત કરવામાં આવી રહી છે તો તો ડીડી ભારતી પર બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યે મહાભારત પ્રસારિત કરવામાં આવે છે. રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું પાત્ર અરૂણ ગોવિલ અને સીતાનું પાત્ર દીપિકા ચિખલિયાએ ભજવ્યું હતું.