નવી દિલ્હીઃ ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પિન બોલર હરભજન સિંહે શુક્રવારે રાતે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં આઈપીએલ કરિયરની 150મી વિકેટ ઝડપીને એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. હરભજન સિંહ આઈપીએલમાં 150 વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. તેણે 159મી આઈપીએલ મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.


હરભજન સિંહ પહેલા 150 કે તેથી વધુ વિકેટ લેનારામાં ભારતીય બોલરમાં અમિત મિશ્રા (156)  અને પિયૂષ ચાવલા (150)ના નામ સામેલ છે. આઈપીએલમાં 169 વિકેટ ઝડપીને શ્રીલંકાનો લસિથ મલિંગા ટોચ પર છે.


દિલ્હી સામે હરભજન સિંહે પહેલા શિખર ધવનને 149મો શિકાર બનાવ્યો હતો. જે બાદ તેણે રૂથરફોર્ડને આઉટ કરી 150મી વિકેટ પુરી કરી હતી. મેચમાં હરભજને 4 ઓવરમાં 31 રન આપી 2 વિકેટ ઝડપી હતી.


પ્રિયંકા ગાંધી વારાણસીમાં ક્યારે કરશે રોડ શો, જાણો વિગત

જાણીતા ગુજરાતી ગીત પર ડાન્સ કરતી જોવા મળશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત

IPL ફાઇનલ પહેલા હાર્દિક પંડ્યાએ કર્યો હુંકાર, ચેન્નાઈને આપી આવી ચેતવણી, જાણો વિગત

ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટોઃ હવામાન વિભાગે શું કરી છે આગાહી? જુઓ વીડિયો